બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / બજેટમાં શું સસ્તું, શું મોંઘું? દારુ-બીડીથી માંડીને કેન્સરની દવાઓ સુધી મોટા એલાન

બજેટ 2026 / બજેટમાં શું સસ્તું, શું મોંઘું? દારુ-બીડીથી માંડીને કેન્સરની દવાઓ સુધી મોટા એલાન

Published By: Jinal Chauhan

Last Updated: 02:13 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ 2026માં સરકારએ એક તરફ કેન્સરની દવાઓથી લઈને સોલર ઉપકરણો સુધી અનેક વસ્તુઓ સસ્તી કરી છે, તો બીજી તરફ દારૂ, સિગારેટ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર જેવા જરૂરી-બિનજરૂરી ખર્ચને મોંઘા બનાવી દીધા છે .એટલે સામાન્ય માણસના ખિસ્સા પર રાહત અને ઝટકા બંને સાથે આવ્યા છે.

વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ ભારતીય અર્થતંત્રની દિશા નક્કી કરનારું બજેટ સાબિત થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું પરંતુ તેમાં કોઈ મોટી પોપ્યુલર જાહેરાત ન હોવાથી શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 2300 પોઈન્ટ અને નિફ્ટીમાં 670થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો. તેમ છતાં આ બજેટમાં અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે જે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે.

બજેટ બાદ શું સસ્તુ થશે?

  • બજેટ 2026માં સામાન્ય જનતા અને આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત આપતા સરકારે 17 એન્ટી-કેન્સર દવાઓ અને 7 દુર્લભ બીમારીઓની દવાઓ પરથી બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દીધી છે જેના કારણે આ દવાઓ 5%થી 10% સુધી સસ્તી થવાની શક્યતા છે. ડાયાબિટિસની કેટલીક દવાઓની આયાત ડ્યુટી ઘટતા તે પણ 3%થી 7% સુધી સસ્તી થઈ શકે છે.
  • સોલર પેનલ અને સોલર સંબંધિત સાધનો પર ડ્યુટી છૂટ મળતા તેની કિંમત અંદાજે 5% સુધી ઘટી શકે છે.
  • માઈક્રોવેવ ઓવન, મોબાઈલ બેટરી, ફૂટવેર, કાપડ અને ચામડાની વસ્તુઓ પર ટેક્સ રાહત મળતા આ વસ્તુઓ 2%થી 6% સુધી સસ્તી થવાની શક્યતા છે.
  • વિમાનના સ્પેર પાર્ટ્સ પર ડ્યુટી નાબૂદ થતાં એરલાઈન ઓપરેશન ખર્ચ ઘટશે, જે ભવિષ્યમાં ટિકિટના ભાવમાં પણ પરોક્ષ રીતે રાહત આપી શકે છે.
  • આ ઉપરાં વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરાયેલી વસ્તુઓ પર ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરાતા આયાતી ગેજેટ્સ અને લક્ઝરી વસ્તુઓ પણ લગભગ 8%થી 12% સુધી સસ્તી થઈ શકે છે.
  • પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે બાયોગેસ મિશ્રિત CNG પર એક્સાઈઝની ગણતરીમાં રાહત આપવામાં આવી છે જેના કારણે CNG-બાયોગેસ સસ્તું બનશે.
  • વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરાયેલી વસ્તુઓ પર ડ્યુટી 20% થી ઘટાડીને 10% કરવામાં આવી છે જે સામાન્ય નાગરિકો માટે રાહત છે.

શું મોંઘું થયું અને કેટલું?

  • બજેટ બાદ દારૂ (લીકર) અને સ્ક્રેપ પર 2% નવો ટેક્સ લાગુ થતા તેની કિંમત અંદાજે 5% સુધી વધી શકે છે.
  • ખનિજ અને સંબંધિત ઉદ્યોગો પર વધારાની ડ્યુટી લાગતા કાચા માલના ભાવમાં 3%થી 6% સુધીનો વધારો જોવા મળી શકે છે.
  • મરીન, લેધર અને ટેક્સટાઈલ ક્ષેત્રમાં ડ્યુટી 1%થી વધારીને 3% કરવામાં આવતા આ ક્ષેત્રની તૈયાર વસ્તુઓ 2%થી 5% સુધી મોંઘી થઈ શકે છે.
  • સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાગુ થતા તેની કિંમતમાં 15%થી 40% સુધીનો મોટો ઉછાળો આવી શકે છે જ્યારે બીડી પર GST 18% રાખવામાં આવી હોવાથી તેને થોડી રાહત મળી છે.
  • 19 કિલોનો કોમર્શિયલ LPG સિલિન્ડર 49થી 50 રૂપિયા મોંઘો થયો છે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં આ સીધો વધારો લાગુ પડી ગયો છે જે રેસ્ટોરાં, હોટલ અને નાના વેપારીઓ માટે મોટો ખર્ચ વધારશે.
vtv app promotion

આ પણ વાંચોઃ દેશમાં બનશે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, આ શહેરના નામ સામેલ, બજેટમાં મોટું એલાન

ટેક્સ સંબંધિત મોટા ફેરફારો

વિદેશ પ્રવાસ પર TCS દર ઘટાડીને 2% કરાયો હોવાથી વિદેશ યાત્રા સસ્તી થશે. વાયદા સોદા પર ટેક્સ 0.05% થયો છે. શેર બાયબેક પર કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. આવક છુપાવવા પર હવે જેલ નહીં, પરંતુ 30% દંડ લાગશે. નવો ઈનકમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી લાગુ થશે અને ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ વ્યક્તિગત કરદાતાઓ માટે 31 જુલાઈ નક્કી કરાઈ છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tax changes Budget 2026 LPG price hike

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ