બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / બજેટમાં જામનગરને મળી આ મોટી ભેટ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, FMનું એલાન

Budget 2026 / બજેટમાં જામનગરને મળી આ મોટી ભેટ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, FMનું એલાન

Jinal Chauhan

Last Updated: 12:09 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર માટે આજનો દિવસ ખાસ સાબિત થયો છે. બજેટ 2026માં જામનગરને આયુર્વેદિક મેડિકલ સેન્ટરની મોટી ભેટ મળી છે, જ્યારે સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કર્યું જે અનેક મોટી જાહેરાતોથી ભરપૂર રહ્યું છે. બજેટ રજૂ કરતા પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પરંપરા મુજબ દહીં-ખાંડ ખવડાવ્યા અને શુભકામનાઓ આપી. આ બજેટમાં સરકારે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે પરંતુ ખાસ કરીને જામનગર માટેની જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

જામનગર માટે ખાસ જાહેરાત

બજેટમાં જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ કેન્દ્ર માત્ર સારવાર પૂરતું નહીં પરંતુ સંશોધન, શિક્ષણ અને આયુર્વેદિક દવાઓના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે જાણીતું છે તેથી આ સેન્ટર સમગ્ર દેશ માટે હબ તરીકે વિકસિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જે આયુર્વેદિક આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે.

શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત

આ ઉપરાંત નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત કરતા કહ્યું કે દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ પગલું ખાસ કરીને ગ્રામીણ અને નાનાં શહેરોની છોકરીઓ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

vtv app promotion

આ પણ વાંચોઃ બજેટના દિવસે જ LPG સિલિન્ડર મોંઘો, જાણો નવો ભાવ વધારો

આ સિવાય બજેટમાં નવા ફ્રેટ કોરિડોર, 12.2 લાખ કરોડના કેપેક્સ, રેર અર્થ કોરિડોર, ટેક્સટાઇલ પાર્ક, 10,000 કરોડની ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજના અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 જેવી મોટી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સ્પેરપાર્ટ્સ માટે 40,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Budget 2026 announcements Jamnagar Ayurvedic Medical Centre ISM 2.0 semiconductor mission
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ