ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Budget 2026-27 / બજેટના દિવસે જ LPG સિલિન્ડર મોંઘો, જાણો નવો ભાવ વધારો
Last Updated: 09:00 AM, 1 February 2026
ADVERTISEMENT
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચુકી છે અને આજે દેશનું બજેટ આવવાનું છે. આ પહેલા જ મોંઘવારીનો જોરદાર ઝાટકો વાગ્યો છે. જી હા, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ જેવા મોટા શહેરો સાથે દેશભરમાં આ 1લી ફેબ્રુઆરી 2026થી મોંઘો થઈ ગયો છે.જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓના ભાવમાં આ વધારો આ વખતે પણ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલેન્ડર પર કર્યો છે. બજેટ વાળા દિવસે સિલેન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. જો કે 14 કિલો વાળા ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
દરેક નવા મહિનાની શરૂઆત સાથે કેટલાક નાણાકીય નિયમોમાં ફેરફાર થાય છે અને ફેબ્રુઆરી પણ આવા ઘણા બદલાવ લઈને આવ્યો છે. 1 ફેબ્રુઆરી એટલે કે બજેટના દિવસે જ તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે, જેના કારણે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં ભાવ 1691.50થી વધીને 1740.50 રૂપિયા, કોલકાતામાં 1795થી 1844.50 રૂપિયા, મુંબઈમાં 1642.50થી 1692 રૂપિયા અને ચેન્નઈમાં 1849.50થી 1899.50 રૂપિયા થઈ ગયા છે, એટલે ચારેય મહાનગરોમાં લગભગ 49 થી 50 રૂપિયા સુધીનો વધારો થયો છે.
ADVERTISEMENT
આ સતત બીજો મહિનો છે જ્યારે LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂપિયા 111 સુધીનો વધારો કર્યો હતો. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂપિયા 1580.50 થી વધીને રૂપિયા 1691.50 થઈ ગઈ. કોલકાતામાં ભાવ રૂપિયા 1684 થી વધીને રૂપિયા 1795, મુંબઈમાં રૂપિયા 1531.50 થી વધીને રૂપિયા 1642.50 અને ચેન્નાઈમાં ભાવ રૂપિયા 1739.50 થી વધીને રૂપિયા 1849.50 થયો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બજેટ ડે પર ફોક્સમાં રહેશે આ શેર, નાણામંત્રીના ભાષણથી નક્કી થશે દિશા
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર જોવા મળ્યા છે જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડર 8 એપ્રિલ,2025 ના રોજના ભાવ પર યથાવત રહ્યા છે એટલે કે તે લાંબા સમયથી યથાવત રહ્યા છે.1લી ફેબ્રુઆરીએ,14 કિલોગ્રામના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂપિયા 853, કોલકાતામાં રૂપિયા 879, મુંબઈમાં રૂપિયા 852 અને ચેન્નાઈમાં રૂપિયા 868 હતો.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો