ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / Bollywood shera salman khan bodyguard joined shivsena

ચૂંટણી / સલમાનના બોડીગાર્ડે કરી રાજનીતિમાં એન્ટ્રી, આ પાર્ટીમાં થઇ ગયો શામેલ

Published By: Juhi

Last Updated: 10:56 AM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે માત્ર 1 દિવસ બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ વોટર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કરી રહી છે, ત્યારે બોલિવુડના 'દબંગ' ખાન એટલે કે સલમાન ખાનના બોડીગોર્ડ શેરાએ શિવસેનામાં શામેલ થઇને રાજનીતિમાં એન્ટ્રી કરી દીધી છે.

ADVERTISEMENT

  • સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની રાજનીતિમાં એન્ટ્રી
  • ઉદ્ઘવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા શિવસેનામાં શામેલ

શુક્રવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની હાજરીમાં સલમાન ખાનના બોડીગાર્ડ શેરા શિવસેનામાં શામેલ થયો. શિવસેનાએ પોતાના ઑફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપતા ફોટોઝ શૅર કર્યા છે.

 

આ ફોટોમાં જોઇ શકાય છે કે, શેરાએ ભગવા રંગનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ તેના હાથમાં તલવાર છે. શિવસેનાએ તેની તસવીર શેર કરી છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. શેરાને પાછલા 22 વર્ષોથી સલમાનનો સૌથી ભરોસાપાત્ર બોડીગાર્ડ મનાવામાં આવે છે. તેનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે. 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના બધા 288 વિધાનસભાની સીટો માટે એક જ ચરણમાં 21 ઓક્ટોબર વોટ નાખવા માટે જશે. આજ દિવસે જ હરિયાણામાં 90 સીટો પર વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. તેના 3 દિવસ પછી એટલે કે 24 ઓક્ટોબરના રોજ બંને રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment national આદિત્ય ઠાકરે ઉદ્ઘવ ઠાકરે શિવસેના શેરા સલમાન ખાન Elections

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ