બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Viral / બોલિવૂડ / VIRAL પાકિસ્તાની યુવતીની આશિષ વિદ્યાર્થી સાથે ધિંગામસ્તી, અભી તો હમ જવાન હે

વીડિયો / VIRAL પાકિસ્તાની યુવતીની આશિષ વિદ્યાર્થી સાથે ધિંગામસ્તી, અભી તો હમ જવાન હે

Published By: Chintan Chavda

Last Updated: 10:57 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ashish Vidyarthi Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કથિત પાકિસ્તાની છોકરીએ ફેમસ અભિનેતા આશિષ વિદ્યાર્થીને ઓળખવામાં એટલી ભૂલ કરી કે તે મજાક અને નિર્દોષતા બંનેનો મિક્સ્ડ ડબલ ડોઝ બની ગયો.

સોશિયલ મીડિયા ફરી એકવાર ગફલતની ગલીઓમાં પ્રવેશી ગયું છે અને હાંસીનો એવો ધમાકો થયો છે કે વીડિયો જોયા પછી બધા જોરથી હસી રહ્યા છે. આ વખતે હાસ્યનો આ વિસ્ફોટ એરપોર્ટ પર થયો, જ્યાં એક કથિત પાકિસ્તાની છોકરીએ ફેમસ અભિનેતા આશિષ વિદ્યાર્થીને ઓળખવામાં એવી ભૂલ કરી કે તે મજાક અને નિર્દોષતા બંનેનો મિક્સ્ડ ડબલ ડોઝ બની ગયો.

વીડિયોમાં છોકરીની માસૂમ ખુશી અને આશિષ વિદ્યાર્થીની રમુજી પ્રતિક્રિયાએ મળીને એવું સીન બનાવ્યો કે લોકો કહેવા લાગ્યા, "ભાઈ, આ તો ખરો વાયરલ મસાલો છે!" કેટલાકે તેને ભારત-પાકિસ્તાન સંબંધોનું સૌથી હળવું ઉદાહરણ કહ્યું, ત્યારે કેટલાકે કહ્યું કે આશિષ સર ધીરજથી ભરપૂર છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

છોકરીથી આશિષ વિદ્યાર્થીને ઓળખવામાં ભૂલ થઈ

વાયરલ વીડિયો એક ઉત્સાહિત પાકિસ્તાની છોકરીથી શરૂ થાય છે, જે આશિષ વિદ્યાર્થીને એરપોર્ટ પર ઉભેલો જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને કહે છે, "સદકા ઉતારો મુર્શીદ! જુઓ, આશુતોષ ગોવારિકર આજે ફ્લાઇટમાં મારી સાથે હતા, હું ખૂબ ખુશ છું." હવે ખરી મજા અહીંથી શરૂ થાય છે. આશિષ વિદ્યાર્થી પણ એક ક્ષણ માટે ચોંકી જાય છે, પછી હસતાં હસતાં ખૂબ જ મસ્ત કટાક્ષ સાથે જવાબ આપે છે..."લોકો મને જુદા જુદા નામોથી બોલાવે છે, આ મારી ખાસિયત છે. પરંતુ પહેલી વખત કોઈએ મને આશુતોષ ગોવારીકર કહ્યું છે."

app promo1

આટલું સાંભળતા જ છોકરી થોડી કન્ફ્યુઝ થઈ  જાય છે, પરંતુ આત્મવિશ્વાસ નથી ઘટતો અને  તરત કહે છે, " જોયું! મે તમને ખરા ઓળખ્યા!" અને જ્યારે છોકરી પોતાને વિજેતા સમજે છે, ત્યારે આશિષ વિદ્યાર્થી સંપૂર્ણ વિરામ અને ક્લાસ સાથે કહે છે, "મારું નામ આશિષ વિદ્યાર્થી છે."

વધુ વાંચો: હવે કોણ સંભાળશે સંજય કપૂરનું 310000000000નું સામ્રાજ્ય, જાણો કાયદાકીય અધિકાર

શરમાઈ છોકરી

આ સાંભળતા જ છોકરીનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે. "ઓહ, સોરી સર.." કહેતા તે કેમેરા બંધ કરી દે છે, પરંતુ ત્યા સુધી આ નાની ભૂલ આખી દુનિયામાં  વાયરલ થઈ જાય છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Ashish Vidyarthi Viral Video

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ