બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 12:06 AM, 13 June 2025
12 જૂન 2025ના રોજ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારના આઈજીપી ક્વાર્ટર્સ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખે એવી ઘટના બની છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, જે બોઇંગ વિમાન હતું, અને જેમાં લગભગ 200 મુસાફરો અને કાર્ગો સામાન પણ હતું, તે વિમાન અમદાવાદથી લંડન જવા માટે બપોરે 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું. પરંતુ માત્ર બે જ મિનિટમાં, એટલે કે 1.40 વાગ્યે તે વિમાન તૂટી પડ્યું અને એક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ ભીષણ દુર્ઘટનામાં તમામ મુસાફરોના દુઃખદ અવસાન થયા છે. સાથે જ લિસ્ટમાં વિક્રાંત મેસીનો ભાઈ અને પાયલ ઘોષની મિત્રનું પણ નામ છે. આ વાતની માહિતી વિક્રાંત મેસીએ અને પાયલ ઘોષ બંનેએ આપી છે.
ADVERTISEMENT
વિક્રાંત મેસીની ઇંસ્ટા પોસ્ટ
વિક્રાંત મેસીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું " આ દુર્ઘટનાએ મારા હ્રદયને તોડી નાખ્યું છે. આ વધુ પીડાદાયક છે કારણ કે મારા કાકા, ક્લિફર્ડ કુન્દરે પોતાના દીકરા ક્લાઇવ કુન્દરને ગુમાવ્યો છે, જે આ ફ્લાઇટનો ફર્સ્ટ ઓફિસર હતો. ભગવાન મારા કાકાને અને તમામ પ્રભાવિત પરિવારોને તાકાત આપે."
ADVERTISEMENT
પાયલ ઘોષની સ્ટોરી
ADVERTISEMENT
પાયલ ઘોષે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતાં પોતાની મિત્ર ગુમાવી છે તેની માહિતી આપી અને મિત્રના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. તેને લખ્યું છે કે, 'રેસ્ટ ઈન પીસ પ્રીતિ. મારી સંવેદના ચટર્જી પરિવાર સાથે છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ.'
ADVERTISEMENT
સેલેબ્સે શોક વ્યક્ત કર્યો
દુર્ઘટના બાદ આખો દેશ શોકમાં ડૂબી ગયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પણ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે. શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને આમિર ખાન સહિત ઘણા હસ્તીઓએ પીડિત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પ્લેન ક્રેશને લઈ અમિત શાહનું નિવેદન : ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ લિટર ઇંધણને કારણે કોઈને
કોણ હતું ક્રેશ પ્લેનનું પાયલટ?
ADVERTISEMENT
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી હતી કે વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ કરી રહ્યા હતા, જેને 8,200 કલાક ઉડાનનો અનુભવ હતો. તેની સાથે ક્લાઇવ કુંદર કો-પાયલોટ તરીકે હતા, જેમને 1,100 કલાક ઉડાનનો અનુભવ હતો. તમને જણાવી દઈએ કે, ક્લાઇવ વિક્રાંતનો ભાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.