બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રાજેશ ખન્નાની પૌત્રીની ગ્લેમર તસ્વીરો, ટુંકા ટુંકા કપડા પહેરીને લૂંટી લીધી મહેફિલ

બોલીવુડ / રાજેશ ખન્નાની પૌત્રીની ગ્લેમર તસ્વીરો, ટુંકા ટુંકા કપડા પહેરીને લૂંટી લીધી મહેફિલ

Chintan Chavda

Last Updated: 07:37 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Naomika Saran: રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પૌત્રી નાઓમિકા સરન ફરી એકવાર ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે નાઓમિકા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, આ દરમિયાન સ્ટાર કિડ ફરી એકવાર મુંબઈમાં જોવા મળી, જ્યાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો.

બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી રિંકી ખન્ના વર્ષો પહેલા ફિલ્મો અને લાઈમલાઈટની દુનિયાથી દૂર થઈ ગઈ હતી. રિંકીએ 2003 માં બીઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા અને વિદેશમાં સેટલ થયા. રિંકી વર્ષોથી લાઈમલાઈટથી દૂર રહી છે, પરંતુ હવે તેની પુત્રી નાઓમિકા સરન ખૂબ ચર્ચામાં છે. નાઓમિકા તાજેતરમાં તેની દાદી ડિમ્પલ કાપડિયા સાથે એમુક ઇવેન્ટમાં જોવા મળી હતી, ત્યારબાદ તેના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા શરૂ થઈ હતી અને હવે ફરી એકવાર નાઓમિકા મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો.

રાજેશ ખન્નાની પૌત્રી નાઓમિકા ફરી એકવાર ચર્ચામાં

નાઓમિકા સરને હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી નથી કરી, પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે અને પાપારાઝીઓમાં પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. જ્યારે પણ તે ઘરની બહાર નીકળે છે, ત્યારે તે પોતાની સુંદર અંદાજથી દર્શકોનું ધ્યાન ખેંચે છે અને ફરી એકવાર તે આવું જ કરતી જોવા મળી હતી. ફરી એકવાર, નાઓમિકાએ તેની મીઠી સ્માઈલ અને ગ્લેમરસ અંદાજથી બધાનું ધ્યાન ખેંચ્યું.

નાઓમિકાએ પોતાની ગ્લેમરસ અંદાજ બતાવ્યો

પાપારાઝી એકાઉન્ટ ઇન્સ્ટન્ટ બોલીવુડે નાઓમિકા સરનનો આ વીડિયો શેર કર્યો છે, જેમાં નાઓમિકા પીળા સ્લીવલેસ ટોપ અને વાદળી શોર્ટ્સ પહેરીને કાફેમાંથી બહાર આવી રહી હતી. નાઓમિકા કાફેમાંથી બહાર આવતાની સાથે જ તે પેપ્સ માટે પોઝ આપે છે અને પછી તેમનું સ્વાગત કરીને પોતાની કારમાં બેસીને નીકળી જાય છે. વીડિયોમાં નાઓમિકા નો મેકઅપ લુકમાં જોવા મળે છે અને ખૂબ જ સુંદર દેખાય છે. નાઓમિકાનો આ અંદાજ જોઈને યુઝર્સ ઉગ્ર રીએક્શન આપી રહ્યા છે.

app promo2

વધુ વાંચો:શ્રાવણમાં મહિલાએ કરી હરિયાળી, લોકો કમેન્ટ કરીને લઇ રહ્યા છે મજા

રિંકી ખન્નાની પુત્રી નાઓમિકા

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું - 'તે સ્ટાર બનશે'. બીજાએ લખ્યું - 'બ્યુટીફૂલ, ગોર્જીયસ ગર્લ.' ઘણા લોકોએ રેડ હાર્ટ ઇમોજી સાથે નાઓમિકાની સુંદરતા પર પ્રેમ વરસાવ્યો. જણાવી દઈએ કે, નાઓમિકા સ્વર્ગસ્થ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી રિંકી ખન્નાની પુત્રી છે. રિંકી 'જીસ દેશ મેં ગંગા રહેતા હૈ', 'યે હૈ જલવા' અને 'ઝનકર બીટ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ, તે બોલિવૂડમાં કંઈ ખાસ બતાવી શકી નહીં, જેના પછી તેને બોલિવૂડથી દૂરી બનાવી લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Rajesh Khanna Naomika Saran
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ