બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પહેલા જ દિવસે 21 ફિલ્મોને પછાડી દીધી, જાણો 'હાઉસફૂલ 5'નું ફર્સ્ટ ડે કલેક્શન

Housefull 5 Box Office Collection Day 1 / પહેલા જ દિવસે 21 ફિલ્મોને પછાડી દીધી, જાણો 'હાઉસફૂલ 5'નું ફર્સ્ટ ડે કલેક્શન

Last Updated: 03:24 PM, 7 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Housefull 5 Box Office Collection: 'હાઉસફુલ 5' એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. હકીકતમાં, આ ફિલ્મના મેકર્સ બોક્સ ઓફિસ પર કમાણી વધારવા માટે તેને બે અલગ અલગ એન્ડીંગ સાથે રિલીઝ કરવાની એક અનોખી માર્કેટિંગ સ્ટ્રેટજી અપનાવી હતી.

ઘણા સમય પછી અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સહિત મલ્ટીસ્ટારર ફિલ્મ 'હાઉસફુલ 5' શુક્રવાર, 6 જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખૂબ જ સારું રહ્યું હતું અને રિલીઝના પહેલા દિવસે જ ઓડિયન્સની ભીડ આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડી હતી. આ સાથે, 'હાઉસફુલ 5' ની શરૂઆત સારી થઈ છે. ચાલો અહીં જાણીએ કે આ કોમેડી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મે રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી છે?

'હાઉસફૂલ 5' ની પહેલા દિવસની કમાણી?

'હાઉસફુલ 5' એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. હકીકતમાં, આ ફિલ્મના મેકર્સ બોક્સ ઓફિસ પર કમાણી વધારવા માટે તેને બે અલગ અલગ એન્ડીંગ સાથે રિલીઝ કરવાની એક અનોખી માર્કેટિંગ સ્ટ્રેટજી અપનાવી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B ના બે વર્ઝનમાં રિલીઝ થઈ હતી. જોકે બંને વર્ઝનના પહેલા બે કલાકમાં કહાની સમાન છે, પરંતુ છેલ્લા 20 મિનિટનો ક્લાઈમેક્સ અલગ છે અને બંનેમાં હત્યારાઓ પણ અલગ છે.

એવામાં બે ક્લાઇમેક્સ જોવા માટે, લોકોએ 'હાઉસફુલ 5' બે વાર જોવી પડશે. મેકર્સની આ યુનિક સ્ટ્રેટજીએ ફિલ્મને હાઇપ પિક પર પહોંચાડ્યો હતો. એવામાં, જ્યારે આ ફિલ્મ બે ક્લાઇમેક્સ સાથે મોટા પડદા પર પહોંચી, ત્યારે તેને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. હવે તેની પહેલા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

app promo3

સેકનીલકની અર્લી ટ્રેન્ડ રીપોર્ટ અનુસાર 'હાઉસફૂલ 5' એ રિલીઝના પહેલા દિવસે જ 23 કરોડની ઓપનિંગ કરી છે.

જોકે, આ પ્રારંભિક આંકડા છે અને ઓફિશિયલ ડેટા જાહેર થયા પછી તેમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.

'હાઉસફૂલ 5' બની વર્ષની ત્રીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ

રિલીઝ થતાં જ ઘણા રેકોર્ડ બનાવી ચૂકી છે. 23 કરોડના કલેક્શન સાથે, આ ફિલ્મ 'છાવા' (33 કરોડ) અને 'સિકંદર' (27.50 કરોડ) પછી 2025 ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ સાથે, તેણે અજય દેવગનની 'રેડ 2' (19.71 કરોડ), સનીની 'જાટ' (9.62 કરોડ) અને અક્ષયની 'કેસરી ચેપ્ટર 2' (7.84 કરોડ), 'ભૂલ ચૂક માફ' (7.20 કરોડ) સહિત વર્ષની 21 ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધું છે.

વધુ વાંચો: મને કોઇ જ શરમ નથી, ભલે ને ત્રણ-ચાર વાર....', 47 વર્ષની એક્ટ્રેસના નિવેદનથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

'હાઉસફુલ 5' બની ફ્રેન્ચાઇઝીની સૌથી મોટી ઓપનર

હાઉસફુલ 5 એ ફ્રેન્ચાઇઝની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેને 2019 માં રિલીઝ થયેલી હાઉસફુલ 4 ના પ્રથમ દિવસના કલેક્શનને તોડી નાખ્યું છે. ભારતીય બોક્સ ઓફિસ પર હાઉસફુલ ફિલ્મોના આ પહેલા દિવસના કલેક્શન (નેટ કલેક્શન) છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Box Office Collection first Day Housefull 5 Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ