બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Bollywood actress Richa Chadha blasts BJP MLA for his comment on kashmiri Girls
આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌલી વિધાનસભાના ભાજપ ધારાસભ્ય વિક્રમ સૈનીએ એક સભામાં કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનતા વિવાદિત નિવેદન આપ્યુ.
ADVERTISEMENT
Racist, sexist, sexually deprived dinosaurs are not extinct, but flourishing! Why are most of our leaders men that you wouldn’t even want to invite home for chai ? Cringe. Is liye jaana tha Kashmir? Shaadi to legal hi thi ... ? https://t.co/oSlFl8ACv6 pic.twitter.com/e3pRjDFh1j
— TheRichaChadha (@RichaChadha) August 7, 2019
ADVERTISEMENT
સોશ્યલ માીડિયા પર ધારાસભ્ય વિક્રમ સૈનીના નિવેદનની નિંદા થઇ રહી છે. તો હવે બોલિવુડની એક્ટ્રેસ રિચા ચઠ્ઠાએ ટ્વિટર પર ભાજપના નેતા પર કટાક્ષ કરતા કહ્યુ કે, ''જાતિવાદી, કામુક, સેક્સના ભૂખા ડાયનાસોર નામશેષ થયા નથી પરંતુ તેમનો વિકાસ થયો જ છે. આપણાં મોટાભાગના નેતા એવા પુરુષ કેમ છે, જેમને તમે ચા માટે ઘરે પણ આમંત્રણ આપી શકો નહીં? ખુશામતખોરો. શું આ માટે કાશ્મીર જવું હતું? લગ્ન તો લીગલ જ હતાં ને..? ''
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં આર્ટિકલ 370 પર ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત પછી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ હિંદૂ-મુસ્લિમ યુવાનોને જમ્મૂ-કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરવાને લઇને કહ્યુ કે, ''ખતૌલી વિધાનસભાના કાર્યકર્તા ઘણાં જ ખુશ છે, જેઓ કુંવારા છે. તેમના લગ્ન ત્યાં જ કરાવી દઈશું. આમાં વાંધો શું છે. ''
ADVERTISEMENT
વિક્રમ સૈનીએ આગળ કહ્યુ કે, ''ત્યાંની મહિલાઓ પર કેટલો અત્યાચાર થયો છે. ત્યાંની યુવતી જો ઉત્તરપ્રદેશના યુવકો સાથે લગ્ન કરવા માંગે તો તેમની નાગરિકતા ખત્મ કરી દેવામાં આવે છે. ભારતની નાગરિકતા અલગ અને કાશ્મીરના નાગરિકતા અલગ એટલે કે એક દેશ, 2 સંવિધાન કેવી રીતે હોવા જોઇએ? જે મુસ્લિમ કાર્યકર્તા છે, તેમને પણ ખુશ થવુ જોઇએ. લગ્ન ત્યાં કરો કાશ્મીરી યુવતી સાથે, હિંદૂ-મુસ્લિમ કોઇ પણ હોય, સમગ્ર દેશ માટે ખુશ થવાનો સમય છે.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.