બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શેરબજારમાં થોડા સમયમાં વધુ પૈસા કમાવા માટે લાખો રોકાણકારો IPO પર પોતાનું નસીબ અજમાવતાં હોય છે. ખાસ કરીને રિટેલ ઈન્વેસ્ટર્સમાં પબ્લિક ઈશ્યૂને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. BLS E-Services લિમિટેડનાં IPOને લઈને પણ માર્કેટમાં આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.
📢Exciting News!
— IPO India (@india_ipo) January 30, 2024
BLS E-Services Limited is going public with its IPO !!
Check out I'm Subscribing to it or Avoiding it !
Also Let's find out what they are really doing. A thread👇 pic.twitter.com/GKKx2caOUy
ADVERTISEMENT
આ IPO આજે એટલે કે 30 જાન્યુઆરીનાં રોજ ખુલવાની થોડી જ મિનીટની અંદર 100% સબ્સ્ક્રાઈબ થઈ ગયો. NSE પર સવારે 11.57 મિનીટ પર રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 311 કરોડ રૂપિયાનાં IPOને 1,37,02,904 શેરોની સરખામણીએ 5,83,39,440 સબ્સ્ક્રાઈબર્સ મળ્યાં જે 4.26 ગણા વધારે છે.
ADVERTISEMENT
રિટેલ રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ
IPOમાં 2,30,30,000 સુધીનાં ફ્રેશ શેર સામેલ છે જેની કિંમત 129-135 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે અને તેની લિસ્ટિંગ સંભવત: 6 ફેબ્રુઆરીનાં થશે. BSL ઈ-સર્વિસિઝ લિમિટેડે સોમવારે એંકર રોકાણકારોથી 126 કરોડ રૂપિયા ભેગા કર્યાં. ખાસ વાત તો એ છે કે આઈપીઓમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 16.63 ગણો સબ્સક્રાઈબ થયો છે.
વધુ વાંચો: Post Office ની આ સ્કીમમાં જમા કરો 10 લાખ, 4.5 લાખ તો ખાલી વ્યાજ મળશે: જાણો કેટલા વર્ષમાં
ADVERTISEMENT
ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછાળો
આ આઈપીઓની મદદથી કંપની 310.91 કરોડ રૂપિયા એકઠાં કરવા ઈચ્છે છે. આ ઈશ્યૂ BSE અને NSE પર લિસ્ટિંગ માટે પ્રસ્તાવિત છે. માર્કેટ એક્સપર્ટ અનુસાર આ શેરની કિંમત આજે ગ્રે માર્કેટમાં 146 રૂપિયાનાં પ્રિમિયમ પર ચાલી રહ્યાં છે. એટલે કે ગ્રે માર્કેટથી આ પબ્લિક ઈશ્યૂથી મલ્ટીબેગર રિર્ટનની આશા રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.