બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'વિદેશી મહેમાનો સામે નગ્ન નાચ', AI સમિટમાં કોંગ્રેસના વિરોધ પર ભાજપ ભડક્યુ

નેશનલ / 'વિદેશી મહેમાનો સામે નગ્ન નાચ', AI સમિટમાં કોંગ્રેસના વિરોધ પર ભાજપ ભડક્યુ

Nirav Kumar

Last Updated: 04:42 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિલ્લીની AI સમિટમાં ઘુસી યુથ કોંગ્રેસે ટોપલેસ થઈને પ્રદર્શન કર્યું હતું. જેમાં "PM is Compromised"ના નારા પણ લગાવ્યા હતા. જેમાં તેમનો આરોપ છે કે, પીએમ મોદીએ જે અમેરિકા સાથે ડીલ કરી છે તેમાં ભારતના હિતો સાથે સોદો થયો છે.

દિલ્હીમાં યોજાયેલા ઈન્ડિયા AI સમિટ 2026માં યુથ કોંગ્રેસના કાર્યકરોએ અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આઠથી દસ યુથ કોંગ્રેસના કાર્યકરોએ QR કોડનો ઉપયોગ કરીને ભારત મંડપમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં કાર્યકરોએ પોતાના કપડાં ઉતારી દીધા અને સ્ટેજ પાસે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ઘણા કોંગ્રેસ કાર્યકરોએ પોતાના શર્ટ અને વેસ્ટ બંને ઉતારી દીધા.

કોંગ્રેસ કાર્યકરોએ ભારત મંડપમમાં ટી-શર્ટ લહેરાવવાનું શરૂ કર્યું, જેના પર "PM COMPORMISED" લખેલું હતું. આ સિવાય યુથ કોંગ્રેસના કાર્યકરો અંદર સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી દિલ્હી ટીમે તાત્કાલિક આ યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતું.

રિપોર્ટ મુજબ, તે બધાને તિલક માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કૃષ્ણ હરિ, બિહાર સચિવ કુંદન યાદવ, રાજ્ય ઉપાધ્યક્ષ અજય કુમાર અને તેલંગાણાના નરસિંહ યાદવની અટકાયત કરવામાં આવી છે.

vtv app promotion

આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રદર્શન માટે કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. જેમાં તેમને કહ્યું કે, "જ્યારે આખી દુનિયા નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત દ્વારા AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ટેકનોલોજી અને નવીનતામાં આપણા વધતા વૈશ્વિક નેતૃત્વને જોઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ દેશની પ્રતિષ્ઠા વધારવાને બદલે કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનું પસંદ કર્યું છે".

તેમને કહ્યું કે, "યુથ કોંગ્રેસના કાર્યકરોએ જે રીતે અયોગ્ય વર્તન કર્યું અને સ્થળ પર હંગામો મચાવ્યો તે માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ પણ છે. હું કોંગ્રેસ પાર્ટીના આ કૃત્યની નિંદા કરું છું."

ભાજપ નેતા સંબિત પાત્રાએ આ અંગે જણાવ્યું કે, "આ બધા કોંગ્રેસના કાર્યકરો ટી-શર્ટ પહેરેલા હતા. આ નેતાઓ કોડ સ્કેન કરીને પ્રવેશ્યા હતા પછી અંદર ગયા બાદ તેઓએ પોતાના કપડાં ઉતારીને હાથ હલાવવા લાગ્યા".

તો અમિત માલવિયાએ કહ્યું કે,  "જ્યારે ભારત ટેકનોલોજીમાં તેની નવીનતા અને લીડરશીપ દર્શાવતી પ્રતિષ્ઠિત વૈશ્વિક AI સમિટનું આયોજન કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આદર કરતાં અવરોધ પસંદ કર્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો ટોપલેસ થઈ ગયા અને સ્થળ પર હંગામો મચાવ્યો. જે સ્પષ્ટપણે વિશ્વ મંચ પર ભારતને એમ્બેરેસિંગ બનાવવા માટે રચાયેલ છે. એવા સમયે જ્યારે દેશ પોતાને વૈશ્વિક ટેકનોલોજી પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આવા વર્તનથી માત્ર તે લોકોને ફાયદો થાય છે જેઓ ભારતને લડખડાતું જોવા માંગે છે. રાજકીય વિરોધ એ લોકશાહીનો અધિકાર છે પરંતુ ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવું એ યોગ્ય નથી."

તો ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે, "રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસને એઆઈ સમિટમાં વિરોધ કરવા માટે ઉશ્કેર્યા હતા. વિશ્વભરમાંથી એકઠા થયેલા લોકોની સામે કરવામાં આવેલો નગ્ન નૃત્ય શરમજનક છે. રાહુલ ગાંધીને ખ્યાલ નથી કે કોંગ્રેસ પાર્ટી એટલી નીચે ઉતરી ગઈ છે કે તે સત્તાની લાલસાને સંતોષવા માટે એઆઈ સમિટમાં વિદેશી મહેમાનોની સામે પોતાના કપડાં ઉતારીને નગ્ન નૃત્ય કરી રહી છે".

આ દરમિયાન ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબે કહ્યું, "અમારા યુવા કોંગ્રેસના સાથીઓ રાહુલ ગાંધીના સૈનિકો છે. તેમને ડરાવવામાં આવશે નહીં. જ્યારે રાહુલ ગાંધી સામે કોઈ FIR દાખલ કરવામાં આવી ન હતી, ત્યારે ED કેસ આટલા વર્ષો સુધી ચાલુ રહ્યો. તેમને ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ભાજપ ગમે તે હદ સુધી જઈ શકે છે. પરંતુ અમે બંધારણના સૈનિકો છીએ રાહુલ ગાંધીના સૈનિકો છીએ. અમે પાછળ હટીશું નહીં. અમે દેશના યુવાનો માટે અવાજ ઉઠાવીશું."

ઉદય ભાનુ છિબે જણાવ્યું કે, "આજે, AI સમિટ દરમિયાન, યુથ કોંગ્રેસના સભ્યોએ "Compromised PM" ના નારા લગાવ્યા અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે દેશના યુવાનો હવે ચૂપ નહીં રહે. “PM is Compromised” એ માત્ર એક નારા નથી, પરંતુ લાખો બેરોજગાર યુવાનોના ગુસ્સાનો અવાજ છે. PM મોદીનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની ટ્રેડ ડીલ ખેડૂતો અને સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ હોય તેવું લાગે છે, જેનો સૌથી વધુ ફાયદો અમેરિકાને થશે. યુથ કોંગ્રેસ દેશના અધિકારો માટે લડવાનું ચાલુ રાખશે."

કોંગ્રેસ નેતાએ કહ્યું કે "જો અમે રસ્તાઓ પર વિરોધ કરીએ છીએ તો અમને રોકવામાં આવે છે. IT નિયમોની આડમાં સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી દે  છે. તો અમારી પાસે કયો ઉપાય છે? અમે AI સમિટ વિરુદ્ધ નથી. અમે ભારતના હિત વિરુદ્ધ થઈ રહેલા Compromised વિરુદ્ધ છીએ".

વધુ વાંચો : 'રાજકીય ષડયંત્રમાં ફસાવ્યો' રાહુલ ગાંધીએ કોર્ટમાં નોંધાવ્યું નિવેદન, માનહાનિના આરોપ ફગાવ્યા

"જ્યારે દેશના ખેડૂતોનો સોદો થઈ રહ્યો છે, ભારત વિરોધી વેપાર કરારો થઈ રહ્યા છે અને યુવાનોને બેરોજગાર રાખવામાં આવી રહ્યા છે અને નફરતની રાજનીતિમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે ત્યારે શું અમારે ચૂપ રહેવું જોઈએ? જો પ્રધાનમંત્રી compromised  હોય તો એનો મતલબ એ નથી કે જનતા ખામોશ થઇ જાય".

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Summit PM Is Compromised Topless Protest
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ