ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ નેતાઓ ખુરશી મામલે બાખડ્યાં, પ્રજા પરેશાન નેતાઓને ખુરશી મોહ

બબાલ / કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ નેતાઓ ખુરશી મામલે બાખડ્યાં, પ્રજા પરેશાન નેતાઓને ખુરશી મોહ

Published By: Krutarth Joshi

Last Updated: 05:26 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી તરફ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર ચઢી ગયા, અને ગામના સરપંચ અને સરપંચના પતિને નીચે બેસવાનો વારો આવ્યો હતો. સમગ્ર માથાકૂટ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં થઈ હતી. MLA સાહેબ જોતાં રહ્યાંને નેતાઓ ઝઘડતાં રહ્યાં હતા.

ADVERTISEMENT

BJP Congress leaders clash : આપણે ત્યાં નેતાઓને સ્ટેજ બેસવાનો મોહ એટલો છે કે ન પૂછો વાત, હળવદમાં કૃષિ મહોત્સવમાં સ્ટેજ પર બેસવાને લઈને ભાજપ-કોંગ્રેસના નેતાઓ જાહેરમાં બાખડી પડ્યાં હતા. જે જનતા માટે કાર્યક્રમ રાખ્યો હતો તે સાઈડમાં રહીને ખુરશી માટે નેતાઓ બાખડી પડ્યાં હતા. વાત જાણે એમ છે કે, ભાજપમાંથી સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલને સ્ટેજ પર બેસાડાતાં કોંગ્રેસી નેતાઓના લોહી ઉકળી ઉઠ્યા હતા.

ધારાસભ્યની હાજરીમાં બબાલ

બીજી તરફ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર ચઢી ગયા, અને ગામના સરપંચ અને સરપંચના પતિને નીચે બેસવાનો વારો આવ્યો હતો. સમગ્ર માથાકૂટ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં થઈ હતી. MLA સાહેબ જોતાં રહ્યાંને નેતાઓ ઝઘડતાં રહ્યાં હતા. ભારે રકઝક બાદ તમામ નેતાઓને સ્ટેજ પરથી ઉતારી દેવાયા હતા. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલ દરેક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે. તેમને ભાજપે માત્ર કાગળ પર જ સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચોઃ અમિત ખૂંટ આપઘાતમાં રાજદીપસિંહ રીબડાની વધી મુશ્કેલી, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

ભાજપ-કોંગ્રેસ નેતા સામસામે બાખડ્યાં

હળવદમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસ સામ સામે આવી ગયા હતા. નવા ઇસનપુર ગામે કાર્યક્રમમાં ત્રણ બાબતોને લઈ બબાલ થઇ હતી. સસ્પેન્ડ BJP નેતા વલ્લભ પટેલને સ્ટેજ ઉપર બેસાડતા વિવાદ વકર્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. સરકારી કાર્યક્રમમાં સરપંચ તેમજ સરપંચના પતિઓને નીચે બેસાડવાનો પણ વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પ્રકાશ વરમોરા હાજરીમાં કોંગ્રેસ અને ભાજપ સામ સામે આવી ગયા હતા. જો કે ધારાસભ્યએ મામલો થાળે પાડવાના બદલે સમગ્ર બબાલથી દુર જ રહ્યા હતા. ભારે રકઝક બાદ તમામને નેતાઓને સ્ટેજ પરથી નીચે ઉતારાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Krishi Mahotsav leaders clash over seating in chairs BJP Congress leaders clash

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ