ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Bigg Boss 13: Tehseen Poonawalla gets evicted in first week

બિગ બોસ 13 / ફેન્સને લાગ્યો ઝટકો, એક સપ્તાહમાં જ ઘરની બહાર થઈ ગયો તહસીન પૂનાવાલા

Published By: Noor

Last Updated: 11:15 AM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 13માં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લેનાર રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલા શોમાંથી એલિમિનેટ થઈ ગયા છે. ગત સપ્તાહે જ તહસીને શોમાં ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. તેમની એન્ટ્રી જોઈને બધાંને એવું લાગી રહ્યું હતું કે તેઓ બધાં પર ભારે પડશે, પરંતુ માત્ર 1 જ સપ્તાહમાં તહસીન શોમાંથી બહાર થઈ ગયો.

ADVERTISEMENT

  • બિગ બોસ 13માંથી તહસીન પૂનાવાલા થયો બહાર
  • વીકેન્ડના વારમાં સલમાને માહિરાની લગાવી ફટકાર
  • સિદ્ધાર્થને કન્ટેસ્ટન્ટ કરે છે ટાર્ગેટ

તહસીને શોમાં તેની એક સપ્તાહની જર્ની ખૂબ જ એન્જોય કરી હતી. બિગ બોસ હાઉસમાં જ્યાં ઘરવાળાઓ એક બીજા સાથે ઝગડવામાં વ્યસ્ત હતા, ત્યારે બધાંથી અલગ તહસીન શાંત દેખાતો હતો. તહસીન આટલી જલ્દી શોમાંથી બહાર થઈ જવાથી ફેન્સ પણ શોક્ડ છે. 

સલમાને માહિરાને કેમ લગાવી ફટકાર?

બિગ બોસમાં હાલ સૌથી વધારે લાઈમલાઈટમાં સિદ્ધાર્થ શુક્લાની સાથે પારસ છાબરા, રશ્મિ દેસાઈ અને માહિરા શર્માની લડાઈ છે. વીકેન્ડનો વાર એપિસોડમાં સલમાન ખાને સિદ્ધાર્થ સાથે લડાઈ કરવા અને વારંવાર તેને ટાર્ગેટ કરવા માટે માહિરા શર્માને ફટકાર લગાવી હતી, જેના કારણે માહિરા ઘણી ઈમોશનલ થઈ ગઈ હતી.     

બીજી બાજુ શહનાઝ ગિલ સિદ્ધાર્થને છોડીને પારસ છાબરાના ગ્રુપમાં જોઈન થવાને લઈને પણ ચર્ચામાં છે. વીકેન્ડનો વાર એપિસોડમાં બિગ બોસ 8ના વિનર ગૌતમ ગુલાટીએ વીડિયો કોલિંગ દ્વારા જણાવ્યું કે શહનાઝ અને સિદ્ધાર્થની મિત્રતા ક્યૂટ લગાતી હતી. ગૌતમે બંનેને ફરી એકબીજા સાથે પેચઅપ કરવાની પણ સલાહ આપી. હવે જોવાનું રહ્યું કે શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે પેચઅપ થશે કે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 13 Bollywood Tehseen Poonawalla eliminated તહસીન પૂનાવાલા બિગ બોસ 13 બોલિવૂડ Bigg Boss 13

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ