ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'હવે ઘરેલું હિંસાના કેસમાં વોઇસ રેકોર્ડિંગ પુરાવો ગણાશે', ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
Last Updated: 12:56 PM, 2 August 2024
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટે મહિલાઓ પર થતી ઘરેલું હિંસાને લઈ મહત્વનો ચૂકાદો આપ્યો છે. હવે ઘરેલું હિંસાનાં કેસમાં વોઈસ રેકોર્ડિંગને પણ પુરાવો ગણાશે. રેકોર્ડિંગનો અવાજ ઓરીજનલ હોવાની સાબિતી આપવી પડશે. તેમજ અવાજ પરથી વ્યક્તિની ઓળખ શક્ય હશે તો પુરાવો માન્ય ગણાશે. ત્યારે અત્યાર સુધી વોઈસ રેકોર્ડિંગને આધારભૂત પુરાવો ગણવામાં આવતો ન હતો.
ADVERTISEMENT
હાઇકોર્ટે AMCને આડેહાથ લઇ વેધક સવાલો પૂછ્યા
ADVERTISEMENT
તો બીજી તરફ હાઈકોર્ટે અમદાવાદના બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ-ટ્રાફિક અને રખડતાં ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર ગુરુવારે સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે રોડ ઉપર ખાડા પડવાનું કારણ શું છે ? ખાડા પડે તો તમે તુરંત રીપેરીંગ કામ કરો છો, પણ ખાડા ના પડે તે માટે શું તકેદારી રખાય છે ? કોઈ પ્રિવેન્શન પોલિસી બનાવી છે ? ખાડાઓને તુરંત પૂરવા માટે કંઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ? રોડની ડિઝાઇન, ટેકનિકલ બાબતો વગેરે ઈન હાઉસ ડિઝાઇન કરાય છે ? છેલ્લા ત્રણ વર્ષમાં રોડ બનાવવા વપરાયેલી પદ્ધતિ અને પેરામીટર કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ LIST: અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, ધજા ચઢાવવાનો લાગશે આટલો ચાર્જ
ઘરેલું હિંસાને લઇને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે ઘરેલું હિંસાના કેસમાં વોઇસ રેકોર્ડિંગને પણ પુરાવો ગણાશે, રેકોર્ડિંગનો અવાજ ઓરીજનલ હોવાની સાબિતી આપવી પડશે, અવાજ પરથી વ્યકિતની ઓળખ શક્ય હશે તો પુરાવો માન્ય ગણાશે, અત્યાર સુધી વોઇસ રેકોર્ડિંગને આધારભૂત પુરાવો ગણવામાં આવતો…
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 2, 2024
ADVERTISEMENT
ચીફ સેક્રેટરીને કોર્ટમાં બોલાવવા પડશેઃ હાઈકોર્ટ
AMC એ જણાવ્યું હતું કે તેઓ પ્રાઇવેટ કંપનીને અમે લાવવા માંગતા નથી. ગાયના છાણનો ઉપયોગ કરીને બીજા કાર્યો કરાય છે. આ સાથે રસ્તે રખડતા ઢોર મામલે મામલધારીઓને સહકાર આપવા અને તેઓ હુમલો ન કરે તે ખાતરી આપવા અને રખડતા ઢોર મામલે ની કાર્યવાહી અંગે દલીલો ચાલી. સાથે જ શહેરમાં ડામર અને rcc રોડ અને મેનહોલ સહિત ડ્રેનેજ લાઇન ની કામગીરી અંગે પણ દલીલો અને રજૂઆતો ચાલી. જોકે છેલ્લે કોર્ટે ટાંકયું અને કહ્યું કે મુખ્યમંત્રી કેબિનેટમાં કહે છતા અધિકારીઓ સાંભળતા નથી, કોર્ટે કહ્યું કે ઢોર પોલીસીની જેમ ટ્રાફિક પોલિસી પણ લાવો, અવ્યવસ્થા માટે લોકો ટેકસ નથી ચૂકવતા, ચીફ સેક્રેટરીને કોર્ટમાં બોલાવવા પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT