ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / bharat biotech vaccine gets approval for emergency use for kids india

મોટો નિર્ણય / સૌથી મોટા ખુશખબરઃ બાળકોની વેક્સિનને DCGIની મંજૂરી, 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન

Published By: Hiren

Last Updated: 09:42 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ કોરોના મહામારીમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે એક ખુશખબર આવ્યા છે.  DCGIએ બાળકો માટેની વેક્સિનને મંજુરી આપી દીધી છે.

ADVERTISEMENT

  • DCGIએ બાળકો માટેની વેક્સિનને આપી મંજુરી 
  • ભારત બાયોટેકની વેક્સિનને DCGIની મંજુરી
  • 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સિન

દેશભરમાં કોવિડના કેસમાં અચાનક વધારો અને કોરોના વાયરસના વેરિયન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને DCGIની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી મળી ચૂકી છે. આ વેક્સિન 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે.

આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યારે તમામ એક્સપર્ટ બાળકોની વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યું છે. હવે ક્યારે બાળકોની વેક્સિન લાગવાની શરૂ થઇ જશે, એ સ્પષ્ટ નથી પરંતુ જલ્દીથી આને લઇને પણ નિર્ણય આવશે.

બાળકો માટે અગાઉ એક વેક્સિનને મળી ચૂકી છે મંજૂરી

ભારતમાં બાળકો માટે બીજી કોરોના વેક્સિનની મંજૂરી મળી છે. આ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયા દ્વારા ગુજરાતની કંપની  ઝાયડસ કેડિલાની ઝાયકોવને મંજૂરી મળી હતી. આમ ભારતમાં હવે બાળકો માટેની બીજી વેક્સિન ઉપલબ્ધ રહેશે.  

બાળકો માટેની ભારતમાં કેટલી વેક્સિન

  1. ભારત બાયોટેકની કોવેક્સિન
  2. ઝાયડસ કેડિલાની ઝાયકોવ

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus biotech vaccine કોરોના વાયરસ વેક્સિન Omicron variant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ