બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Before the funeral the woman woke up and said I am alive: people called the police, then you will be shocked to know what happened

OMG / અંતિમ સંસ્કાર પહેલા મહિલા ઉઠી અને બોલી હું જીવું છું: લોકોએ પોલીસ બોલાવી, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

MayurN

Last Updated: 07:28 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મૃત મહિલાને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહી હતી. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. અચાનક જ આવ્યો શબપેટીમાંથી અવાજ.

  • એક મૃત  મહિલા જેમાં અચાનક આવી જાય છે જીવ
  • ડોકટરે મૃત જાહેર કરી દીધી
  • ભયાનક હાદસામાં મર્યા પછી પણ જીવનદાન 

ક્યાં શહેરની છે આ ઘટના 

આ ઘટના દક્ષિણ અમેરિકાના પેરુની છે. આ મહિલાનું નામ રોઝા ઇસાબેલ સેસ્પેડ્સ કેલાકા છે. અકસ્માત બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યો તેને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ચમત્કાર થયો. તેણે શબપેટી ખખડાવી.

એક ભયાનક અકસ્માત થયો હતો 

રોઝા ઇસાબેલ એક અકસ્માતનો ભોગ બની હતી. તેની સાથે પરિવારના અન્ય સભ્યો પણ હતા. હાલ 3ની હાલત ગંભીર છે. રોઝા અને અન્ય એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 26 એપ્રિલના રોજ પાર્થિવ દેહને તેના અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે જ આ ઘટના બની હતી. સંબંધીઓ અને મિત્રો તેના મૃત્યુ પર આંસુ વહાવી રહ્યા હતા, આ દરમિયાન, તેઓએ શબપેટીમાંથી ટકોરા મારવાનો અવાજ સાંભળ્યો. લોકોએ જ્યારે શબપેટી ખોલી ત્યારે રોઝાની આંખો ખુલી હતી અને તે પરસેવે રેબઝેબ હતી.

પછી શું થયું?

રોઝાને જીવતી જોઇને તરત જ પરિજનોએ પોલીસ અને હોસ્પિટલને ફોન કરી જાણ કરી હતી. રોઝાને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ પછી, તેની હાલત એકદમ નાજુક હોવાથી તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવી હતી . હાલ આ કેસમાં કયા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. તેના સંબંધીઓનું માનવું છે કે તે કોમામાં હોઈ શકે. જેના કારણે તબીબોએ તેને મૃત સમજી લીધી હતી. પેરુની પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

COFFINE DEAD WOMAN ALIVE અજબ ગજબ વિશ્વ સમાચાર Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ