બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Canal collapsed officials statement farmers responsible

ઉડાઉ જવાબ / બનાસકાંઠામાં એક જ દિવસમાં બે કેનાલોમાં 20 અને 40 ફૂટનાં ગાબડાં, અધિકારીઓએ કહ્યું- ખેડૂતો જવાબદાર

Hiren

Last Updated: 11:28 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કેનાલોમાં ગાબડા પડવાનું સતત ચાલુ જ છે. એક બાદ એક કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. ગાબડા પડતાં અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોનો ઊભો પાક બળીને ખાખ થયો છે. હવે આ મામલે જયારે ખેડૂતો વળતરની માગ કરતા ખેડૂતોને સરકાર ધક્કા ખવડાવી રહી છે. ત્યારે આ મામલે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ નિવેદન કર્યું છે. ખેડૂતોને તેમનું વળતર મળશે તેવી બાંહેધરી આપી છે. બીજી તરફ મુખ્ય એન્જિનિયર અને ડે.એન્જિનિયરે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા છે.

  • મુખ્ય ઇજનેરે ગાબડા માટે ખેડૂતોને ગણાવ્યા જવાબદાર
  • જાનાવાડા માઇનોર કેનાલમાં 40 ફૂટનું ગાબડું
  • વાવના ઢેરિયાના ગામની કેનાલમાં 20 ફૂટનું ગાબડું

રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠામાં એક જ દિવસમાં બે કેનાલોમાં ગાબડાં પડવાની ઘટના સામે આવી છે. એક તો સનેસડા ગામે જાનાવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. માઇનોર કેનાલમાં 40 ફૂટનું ગાબડું પડ્યું છે. તો બીજી તરફ વાવના ઢેરિયા ગામની કેનાલમાં ફરી એક વખત ગાબડું પડ્યું છે. રાણેછા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલોમાં ગાબડા પડતા કેનાલોની કામગીરીને લઇ તંત્ર સામે સવાલ ઉભા થયા છે. તો કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરતા ખેડૂતો રોષે ભરાયા છે. વારંવાર કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે.

મુખ્ય ઇજનેરે ગાબડા માટે ખેડૂતોને ગણાવ્યા જવાબદાર

કેનાલમાં ગાબડા પડવા મામલે મુખ્ય ઇજનેરે ઉડાઉ જવાબ આપ્યો હતો. ધારાસભ્ય ગેનીબેનની રજૂઆત બાદ નર્મદા વિભાગના મુખ્ય ઇજનેર કે.આર.પરીખે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, પાણી ખેચવા માટે લગાવેલા પંપો એકસાથે બંધ થાય છે. એકસાથે પંપ બંધ થતા કેનાલ ઓવરફ્લો થાય છે. બનાસકાંઠામાં માત્ર 44 ગાબડા જ પડ્યા છે. ભંગાણથી ફક્ત 15 ખેડૂતોને નુકસાન થયું છે. 

રાત્રે ખેડૂતો એક સાથે પાણી ખેચવાનું બંધ કરે છેઃ ડે.એન્જિનિયર

બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવા મામલે હવે અધિકારીઓએ દોષનો ટોપલો ખેડૂતો પર ઢોળ્યો છે. આ મુદ્દે ડે.એન્જિનિયર એચ.બી.રાણાએ કહ્યું કે, રાત્રે ખેડૂતો એક સાથે પાણી ખેચવાનું બંધ કરે છે. જેના કારણે પાણીનું લેવલ વધતા કેનાલો ઓવરફ્લો થાય છે. આ ઉપરાંત લીલના કારણે પણ કેનાલમાં પાણીનું લેવલ વધતું હોવાનો અધિકારીએ દાવો કર્યો છે.

ભાજપના જ મળતિયાને કોન્ટ્રાક્ટ અપાય છેઃ કોંગ્રેસ

તો સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાયા છે. ભાજપના મળતિયા હોવાથી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં નથી મુકવામાં આવતા.

વારંવાર કેનાલોમાં પડતા ગાબડાંને લઇને ખેડૂત સતત મુશ્કેલીનો સામનો કરે છે. ત્યારે આ મુદ્દાને લઇને મહામંથન કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ