ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / bahubali real bhallaldev beats the bull in viral video

વાયરલ / VIDEO : જોઈ લો રિયલ લાઈફનો 'ભલ્લાલ દેવ', જૂઓ આખલાને કર્યો જમીનદોસ્ત

Published By: Parth

Last Updated: 01:37 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક માણસ આખલા સામે લડાઈ કરતો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિ અંતમાં આખલાને પછાડી દે છે, સોશિયલ મીડિયા યુઝર્સ તેને વાસ્તવિક જીવનનો ભલ્લાલદેવ માને છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ દેશી ઘીનું કમાલ છે.

ADVERTISEMENT

  • આખલા સાથે સામાન્ય માણસે બાથ ભીડી 
  • એક ઝટકામાં આખલાને પછાડ્યો 
  • લોકોએ બાહુબલીના ભલ્લાલદેવ સાથે સરખામણી કરી 

લગભગ અસંભવ દેખાય તેવું આ વ્યક્તિ કરી બતાવે છે

બાહુબલી મૂવી ભારતમાં ખુબ ચર્ચિત અને સુપરહિટ રહી હતી. ઘણા લોકોને ફિલ્મનાં ઘણા સીન યાદ રહી જાય છે ત્યારે એક ખુબ ચર્ચિત સીનમાં બાહુબલીનાં ભાઈ ભલ્લાલદેવ આખલા સાથે બાથ ભીડે છે અને આખલા પછાડી દે છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેમાં સામાન્ય વ્યક્તિ એક આખલાને ઉચકીને પછાડી દે છે. લગભગ અસંભવ દેખાય તેવું આ વ્યક્તિ કરી બતાવે છે. 

 

આખલાએ વ્યક્તિને ફંગોળવાના પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ 

આખલો અને આ વ્યક્તિ સામસામે ખુબ જ રોમાંચક લડાઈ કરે છે. તે આખલાને શિંગડાથી પકડી લે છે બીજી તરફ આખલો પણ આ વ્યક્તિને ફેંકી દેવાના પૂરા પ્રયત્નો કરે છે. ખુબ રસાકસી જામે છે અને જોઈને લાગે છે કે આખલો હમણાં આ વ્યક્તિને ફંગોળી નાખશે પરંતુ બને છે કંઈક જુદું જ. છેવટે આ વ્યક્તિ આખલાને ઊંચકીને પછાડી દે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે . લોકો જુદી જુદી કોમેન્ટ કરી ને મનોરંજન કરી રહ્યા છે ત્યારે મોટા ભાગના લોકોએ આ વ્યક્તિની સરખામણી ભલ્લાલદેવ સાથે કરી છે. 

જોકે આ વિડીયો કઈ જગ્યાનો છે તથા આ વ્યક્તિ કોણ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ લોકોને તેમાં ખુબ જ આનંદ આવી રહ્યો છે .  

સંકળાયેલા મુદ્દાઓ

Bahubali bhallaldev bull fight man beats bull viral video Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ