બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / baby John varun dhawan upcoming action film teaser vd18

મનોરંજન / બેબી જોનનું ટીઝર જોવા જેવું: ખતરનાક લૂકમાં દેખાયો વરુણ ધવન, ફિલ્મની રીલીઝ ડેટ જાહેર

Published By: Vaidehi

Last Updated: 06:21 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VD18 Teaser: વીડી 18નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને 2024ની સૌથી મોટી એક્શન એન્ટરટેઈનર ફિલ્મ માનવામાં આવી રહ્યું છે. ટીઝરમાં વરુણ ધવન એક્શન મોડમાં દેખાઈ રહ્યાં છે.

  • વરુણ ધવનની નવી ફિલ્મનું ટીઝર રીલીઝ
  • VD18ની આ ફિલ્મ 2024માં મચાવી શકે છે ધૂમ
  • દમદાર મ્યૂઝિકની સાથે જોરદાર પ્રોડક્શનની ઝલક

'Baby John': વરૂણ ધવનની ધમાકેદાર અને મોસ્ટ અવેટેડ ફિલ્મ વીડી18નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરની મદદથી મેકર્સે ફિલ્મનાં ટાઈટલ પાછળનું રહસ્ય પણ જણાવી દીધું છે. વરુણ ધવનનો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ પણ આ ટીઝરમાં જોવા મળી જશે. ટીઝરમાં વરુણની આંખો, તેનો મીજાજ અને એક્શન જોઈને એવું લાગી રહ્યું છે કે આ તેમની અત્યારસુધીની સૌથી મોટી એક્શન એંટરટેનર ફિલ્મ બનશે. જુઓ ટીઝર:

એટલી અને Cineone સ્ટૂડિયોઝની સાથે એ ફોર એપ્પલ એન્ડ સિને સ્ટૂડિયોઝનાં બેનર હેઠળ બનેલી ફિલ્મ વીડી19નું ટાઈટલ 'બેબી જૉન' છે. ફિલ્મને એ.કલીસવરણે ડાયરેક્ટ કર્યું છે. 'Baby John'માં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ લીડ કરી રહી છે. ફિલ્મ 31 મે 2024નાં થિયેટર્સમાં રિલીઝ થશે.

મ્યૂઝિક, એક્શન અને થ્રિલ
બેબી જૉનમાં વરુણ ધવન અને કીર્તિ સુરેશ સિવાય વામિકા ગબ્બી, જૈકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યાં છે. બેબી જૉનને 2024ની સૌથી મોટી એક્શન એન્ટરટેનર ફિલ્મ માનવામાં આવી રહી છે. ટીઝરમાં 3D મ્યૂઝિક ઈફેક્ટ અને હાઈ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમને લીધે દરેક સિનની રોનક બમણી થઈ રહી છે. ટીઝરમાં વરુણની ચારેય તરફ આગ અને હથિયાર દેખાઈ રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે કોઈ મોટું યુદ્ધ થવા જઈ રહ્યું છે. . આ સિવાય ટીઝરમાં ભારતનાં સાઉથનાં રાજ્યોનાં ડાંચ કુચીપૂડીની પણ કેટલીક ઝલક જોવા મળી રહી છે. એટલે અંદાજો લગાડી શકાય છે કે આ ફિલ્મની કહાની કોઈ સાઉથનાં રાજ્ય સાથે કનેક્ટ કરતી હશે.

વધુ વાંચો: જે હત્યા કરે છે તે કેવા દેખાય છે? 7 લોકો પર શંકા, મર્ડર મુબારકનું સસ્પેન્સવાળું ટ્રેલર રીલીઝ

સેટ પર અનેકવાર ઘાયલ થયાં છે વરૂણ
થોડા સમય પહેલાં વરુણ ધવનની એક્શન ફિલ્મની શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ પણ થયાં હતાં જેના ફોટોઝ તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ પણ કર્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Baby John Varun Dhawan teaser ટીઝર બેબી જૉન વરુણ ધવન baby John teaser

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ