બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / baba vanga earth orbit change nuclear attack bio weapons prediction for 2023
ADVERTISEMENT
વર્ષ 2022 સમાપ્ત થવામાં એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને લોકોએ 2023ને આવકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની ભવિષ્યવાણીની ફરી એકવાર ચર્ચા થવા લાગી છે. વર્ષો પહેલા, બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થશે તો પૃથ્વી પર વિનાશ સર્જશે. તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ 111 વર્ષ પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી અત્યાર સુધી સાચી સાબિત થઈ છે.
વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે અને આ દરમિયાન પરમાણુ હુમલા થઈ શકે છે. આ પૃથ્વી પર વિનાશ સર્જી શકે છે. તમને જણાવી દઈએ કે નિષ્ણાતો બાબા વેંગાની ભવિષ્યવાણીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે તે આવતા વર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે.
ADVERTISEMENT
વર્ષ 2023માં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાઈ શકે છે
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં એક મોટી ખગોળીય ઘટના બનશે, જેના પછી પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાઈ શકે છે અને પૃથ્વી પર અન્ય ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે આ ખગોળીય ઘટનાના ગંભીર પરિણામો આવી શકે છે.
2023માં જૈવિક શસ્ત્રો હુમલો કરી શકે છે
બાબા વાંગાએ વર્ષ 2023માં જૈવિક હથિયારોના હુમલાની ચેતવણી આપી હતી. જો કે, આ હુમલો કોણ કરશે અને કોના પર આ હુમલો કરવામાં આવશે તેની માહિતી તેમણે આપી ન હતી. આ સાથે બાબા વેંગાએ સૌર તોફાનો એટલે કે સૂર્યમંડળના તોફાનો વિશે પણ ભવિષ્યવાણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.