બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ayesha takia spotted at airport after long time users trolled for her looks

Entertainment / સલમાનની વોન્ટેડ ગર્લને શું થયું? લાંબા સમયે લૂક દેખાતા ચાહકો હેરાન, તસવીરનો ચોંકી ઉઠશો

Published By: Vikram Mehta

Last Updated: 08:16 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયેશા ટાકિયાએ એક્ટિંગ છોડી દીધી છે. આયેશાનો લુક પહેલા કરતા ખૂબ જ બદલાઈ ગયો છે. આયેશાનો આ લુક જોઈને સર્જરીની ચર્ચા કરવામાં આવી રહી છે પણ આયેશાએ સર્જરીની ના પાડી દીધી છે.

  • આયેશાનો લુક પહેલા કરતા બદલાઈ ગયો
  • એરપોર્ટ પર સ્પોટ થઈ સલમાન ખાનની વોન્ટેડ ગર્લ
  • જુઓ આયેશા ટાકિયાનો વાયરલ વિડીયો

આયેશા ટાકિયાએ એક્ટિંગ છોડી દીધી છે. બોલીવુડ એક્ટ્રેસ આયેશા ટાકિયા લગ્ન પછી ફેમિલીમાં બિઝી થઈ ગઈ છે. ખૂબ જ લાંબા બ્રેક પછી આયેશા ટાકિયા શુક્રવારે એરપોર્ટ પર જોવા મળી હતી. આયેશાનો લુક પહેલા કરતા ખૂબ જ બદલાઈ ગયો છે. આયેશા ટાકિયાનું વજન વધી ગયું છે. યૂઝર્સ આ વિડીયો જોઈને કમેન્ટ કરી રહ્યા છે કે, તે પહેલા કેટલી સુંદર હતી અને હવે તેમનો ચહેરો કેવો થઈ ગયો છે. આયેશાનો આ લુક જોઈને સર્જરીની ચર્ચા કરવામાં આવી રહી છે પણ આયેશાએ સર્જરીની ના પાડી દીધી છે. 

વાયરલ વિડીયો
સોશિયલ મીડિયા પર વાયરલથયેલ વિડીયોમાં આયેશા ટાકિયાએ ડાર્ક બ્લ્યૂ કલરનો સલવાર સ્યૂટ પહેર્યો છે અને દુપટ્ટો પહેર્યો છે. આયેશાએ વાળ ખુલ્લા રાખ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, આયેશાએ પહેલા કાળા કલરનું માસ્ક પહેર્યું હતું, ફોટોગ્રાફર્સે માસ્ક ઉતારવાની રિક્વેસ્ચ કરતા આયેશાએ માસ્ક કાઢી નાખ્યું હતું. આયેશા ટાકિયાની સાથે તેનો દીકરો મિખૈલ પણ જોવા મળી રહ્યો છે. મિખૈલે લીલા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા પછી આયેશા ટાકિયા તેના દીકરા સાથે સિક્યોરિટી ચેક કરવા માટે ગઈ હતી. 

યૂઝર્સે આયેશા ટાકિયાને ટ્રોલ કરી
કમેન્ટ સેક્શનમાં યૂઝર્સે કમેન્ટ કરી હતી કે, ‘આ પહેલા કેટલી સુંદર હતી, સર્જરી કરાવીને કેવી બની ગઈ’, ‘શું હતી અને શું બની ગઈ’, ‘સામે મળી હોત તો ઓળખાઈ પણ ના હોત, સારું થયું કહ્યું’, ‘સર્જરી પછી ચહેરો ખરાબ કરી દીધો, પહેલા નેચરલી સુંદર દેખાતી હતી’.

વધુ વાંચો: મારી અંતિમ ફિલ્મ...', બોલિવુડ જગતમાંથી નિવૃત્તિ લેવા પર આ શું કહ્યું શાહરૂખે?

આયેશા ટાકિયા પર્સનલ લાઈફ
આયેશા ટાકિયા છેલ્લે વર્ષ 2011માં આવેલ ફિલ્મ ‘મોડ’માં કામ કર્યું હતું. આયેશાએ વર્ષ 2009માં તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. ફરહાન આઝમીના પિતા સમાજવાદી પાર્ટીના નેતા છે અને તેમનું નામ અબૂ આઝમી છે. લગ્ન પછી આયેશા ટાકિયાએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

ayesha takia ayesha takia airport ayesha takia look ayesha takia troll ayesha takia video આયેશા ટાકિયા આયેશા ટાકિયા વિડીયો entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ