બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / On retiring from Bollywood Shahrukh Khan said, the last film will be such that everyone will like it

મનોરંજન / મારી અંતિમ ફિલ્મ...', બોલિવુડ જગતમાંથી નિવૃત્તિ લેવા પર આ શું કહ્યું શાહરૂખે?

Vishal Dave

Last Updated: 03:55 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા વિરામ બાદ શાહરૂખે ગયા વર્ષે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. તેણે પઠાણ, જવાન અને ડંકી જેવી 3 સુપરહિટ ફિલ્મો આપી.

  • શાહરૂખે કહ્યું હજુ 30-35 વર્ષ સુધી નિવૃતિ નહીં લે 
  • છેલ્લી ફિલ્મ સૌને પસંદ આવે તેવી કરવાની ઇચ્છા 
  • છેલ્લી ફિલ્મ માટે દર્શકોને અરબી-ઉર્દુ શીખી લેવા કહ્યું 

શાહરૂખ ખાન જ્યારે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લે છે ત્યારે ચાહકો નારાજ થઈ જાય છે. ચાહકો ઈચ્છે છે કે કિંગ ખાન ફિલ્મો કરતો રહે. હવે તાજેતરમાં જ શાહરૂખે તેના પ્રશંસકોને તેની નિવૃત્તિ મામલે એક સંદેશ આપ્યો છે.

શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. થોડા સમય પહેલા તેની ફિલ્મોનો જાદુ બોક્સ ઓફિસ પર ઓસરી ગયો હતો. જોકે, લાંબા વિરામ બાદ શાહરૂખે ગયા વર્ષે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. તેણે પઠાણ, જવાન અને ડંકી જેવી 3 સુપરહિટ ફિલ્મો આપી. હવે જ્યારે શાહરૂખને તાજેતરમાં તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું, તો જાણો કિંગ ખાને તેની છેલ્લી ફિલ્મ વિશે શું કહ્યું.

છેલ્લી ફિલ્મ કેવી હશે ?

શાહરૂખે કહ્યું, 'સૌથી પહેલા તો હું હજુ 30-35 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું નથી છોડવાનો. હું અત્યારે નિવૃત્તિ લેવાનું વિચારતો નથી. જોકે હું ઈચ્છું છું કે મારી છેલ્લી ફિલ્મ બધાને, આખી દુનિયાને પસંદ આવે. આ સમય દરમિયાન, તેણે દર્શકોને ઉર્દૂ અને અરબી શીખવાનું પણ કહ્યું છે જેથી તેઓ તેમની છેલ્લી ફિલ્મ સમજી શકે. શાહરૂખના નિવેદનથી સ્પષ્ટ છે કે અભિનેતા ઇચ્છે છે કે તેની છેલ્લી ફિલ્મ આખી દુનિયા સુધી પહોંચે અને દરેકને સમજાય.

Shahrukh khan

ફિલ્મ રિલીઝ થતા પહેલા 2 કલાક સ્નાન કરે છે

તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટ દરમિયાન કિંગ ખાને જણાવ્યું હતું કે તેની ફિલ્મ રિલીઝ થતા પહેલા તે 2 કે 2.5 કલાક સુધી સ્નાન કરે છે. તેણે કહ્યું, ભારતમાં ફિલ્મો શુક્રવાર કે ગુરુવારે સાંજે રિલીઝ થાય છે. તેથી ફિલ્મ રીલિઝ થાય તે પહેલા હું ઘરે 2 થી 2.5 કલાક સુધી સ્નાન કરી લઉં છું અને મારા બધા કામ કાઢી લઉં છું. આનાથી મને ખૂબ સારું લાગે છે.

આ પણ વાંચોઃ  માત્ર એક ભૂલ, ને હાથમાંથી ચાલી ગઇ હિટ ફિલ્મ, જો સ્વીકારી હોત આ ઑફર, તો આજે હોત બોલિવુડ ખેલાડી

આગામી પ્રોજેક્ટ

શાહરૂખ હવે કિંગ ફિલ્મમાં જોવા મળવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખની દીકરી સુહાના પણ હશે. જોકે અભિનેતાએ પોતે આ અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ હવે ચાહકો માત્ર કિંગ ખાનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ