ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Awesome! College dropout 'model' likes to go on date with such people, you will be shocked to hear the order

OMG / ગજબ! કોલૅજ ડ્રોપઆઉટ 'મોડલ' આવા લોકો સાથે જ ડૅટ પર જવાનું કરે છે પસંદ, ફરમાઈસ સાંભળશો તો ચોંકી જશો

Published By: MayurN

Last Updated: 05:32 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મોડેલે જીવનસાથી પસંદ કરવાની એક અનોખી રીત શોધી કાઢી છે. તે એક ટેસ્ટ લીધા પછી જ સંભવિત 'પ્રેમીઓ' સાથે બીજી ડેટ પર જાય છે.

ADVERTISEMENT

  • અમેરિકાની એક મોડેલ ડેટ પર લે છે IQ ટેસ્ટ
  • જે માણસનો IQ ટેસ્ટ સ્કોર ઓછો આવે તેના જોડે ફરીથી ડેટ પર નથી જતી
  • IQ સાથે માહિતીથી અપડેટ પણ રહેવો જોઈએ પાર્ટનર 

 

પુરુષો તેની બુદ્ધિને "ડરામણી" માને છે
સંભવિત 'પ્રેમીઓ' સાથે ડેટ પર જવા માટે એક મોડેલે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. પહેલી ડેટ પર તે છોકરાઓનો IQ ટેસ્ટ લે છે. જો તે વ્યક્તિ તેને પાસ ન કરે, તો મોડેલ બીજી વખત ડેટ કરવાની તક આપતી નથી. અમેરિકાના ન્યૂયોર્કની રહેવાસી કેન્ડિસ ક્લોઝ ગયા વર્ષે પહેલી વાર હેડલાઇન્સમાં આવી હતી. ત્યારે તેણે કહ્યું કે પુરુષો તેની બુદ્ધિને "ડરામણી" માને છે. હવે તેણે સમજાવ્યું કે તે 'યોગ્ય જીવનસાથી' શોધવા માટે ક્યાં હદ સુધી જઈ શકે છે. 

 

બુદ્ધિશાળી ન હોય તો તેમની સુંદરતા ઓછી થઈ જાય છે

ઇન્સ્ટાગ્રામ પર મોડેલના ૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.તે પહેલી ડેટ ઉપર જ તેના પાર્ટનરનોની આઈક્યુ ટેસ્ટ લે છે. પાર્ટનર સાથે મોડલની કેમેસ્ટ્રી ભલે બની પણ જાય, પરંતુ તે ટેસ્ટ પાસ નથી કરતો તો તેને ના પાડી દે છે. કેન્ડિસે કહ્યું: "હું ખાસ ધ્યાન રાખું છું કે યોગ્ય હોય તો જ હું કોઈની સાથે બીજી ડેટ પર જાવ. ઘણા છોકરાઓ આકર્ષક લાગે છે પરંતુ જો તેઓ બુદ્ધિશાળી ન હોય તો તેમની સુંદરતા ઓછી થઈ જાય છે.

ગણિત, ફાઇનાન્સ અને વિજ્ઞાનનું નોલેજ પણ હોવું જોઈએ

મોડેલે તેની પસંદગી વિશે વધુ જણાવ્યું - તમે વાતચીતમાં જ એકબીજા સાથે જોડાઈ ન શકો તેની સાથે તમે જીવનનો આનંદ કેવી રીતે માણી શકો છો. આઈક્યુ ટેસ્ટ પાસ કરનારાઓ માટે પણ એક નિયમ છે. છોકરો વર્તમાન બાબતોમાં અપડેટ રહેતો હોય અને ગણિત, ફાઇનાન્સ અને વિજ્ઞાનનું નોલેજ હોય જેથી મોડેલનું મનોરંજન થઈ શકે છે.

જે લોકો 120-140નો સ્કોર કરે છે તે ખૂબ જ હોશિયાર હોય છે

જો કે, કેન્ડિસ પોતે જ કૉલેજ ડ્રોપઆઉટ છે. પરંતુ તેનો દાવો છે કે મેન્સા સ્ટાન્ડર્ડ અનુસાર તે જિનિયસ છે.આઈક્યૂ સ્કેલ મુજબ જે લોકો 120-140નો સ્કોર કરે છે તે ખૂબ જ હોશિયાર હોય છે. જ્યારે 140થી વધુ પોઈન્ટ્સ મેળવનારાઓ જિનિયસ મનાય છે. કેન્ડિસે તેમાં136 પોઇન્ટ મેળવ્યા હતા અને જે દુનિયાના  2 ટકા લોકોમાં જ હોય છે જે આટલા બુદ્ધિશાળી છે.કેન્ડિસ પેહેલી ડેટ પર આવતા છોકરાઓનું આ સ્કેલ ઉપરથી પરીક્ષણ કરે છે. તેમણે કહ્યું- તેઓ સ્કેલ પર સરેરાશથી ઉપર હોવા જોઈએ. તે પછી જ તે કોઈ છોકરા સાથે બીજી  ડેટ પર જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Date INTELLIGENT IQ test Instagram OMG NEWS model

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ