બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / australia flight shows brawl between passenger and pilot angers

OMG! / VIDEO: ઓસ્ટ્રેલિયન ફ્લાઇટમાં પેસેન્જર-પાયલોટ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, કરાઇ એવી કાર્યવાહી કે આવી ગઇ અક્કલ ઠેકાણે

MayurN

Last Updated: 11:35 AM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના એક એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલટ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

  • એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલટ વચ્ચે લડાઈ
  • ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • મુસાફરની ગેરવર્તનને કારણે પહેલા વિવાદ થયો હતો

ઓસ્ટ્રેલિયાના એક એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલટ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને વચ્ચે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મુસાફરના કથિત અયોગ્ય વર્તન બાદ ઓસ્ટ્રેલિયન પાયલોટ ગુસ્સે થઈ ગયો હતો. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચેની ઝપાઝપીનો આ વીડિયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે. એરલાઈન અધિકારીઓના જણાવ્યા અનુસાર પેસેન્જર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

પેસેન્જર અને પાયલોટ વચ્ચે ઝપાઝપી
વીડિયોમાં કોકપીટની બહાર મુસાફર અને પાયલટ વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે. આ દરમિયાન અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરની ગેરવર્તનને કારણે પહેલા વિવાદ થયો અને પછી પાયલટ ખૂબ ગુસ્સે થઈ ગયો. બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી.

 

કોકપિટની બહાર લડાઈ
રિપોર્ટ અનુસાર, વીડિયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે અને કોકપિટની બહાર પેસેન્જર અને પાઈલટ વચ્ચે તણાવ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી છે. દરમિયાન, અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બચાવમાં આવે છે. દરમિયાન બંન્ને વચ્ચેનો ઝઘડો જોવા માટે અનેક મુસાફરો પહોંચી ગયા હતા. 

આરોપી મુસાફર પર કાર્યવાહી
યાત્રીએ કથિત રીતે પ્લેનમાં સહકાર આપવાનો ઇનકાર કર્યા બાદ પાયલટે પેસેન્જરને બહાર નીકળવા કહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં પેસેન્જરે પ્લેનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. પાછળથી, પાઇલટે સ્ટાફને પોલીસને બોલાવવાનું કહ્યું પછી તે જવા માટે સંમત થયો. એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિના ખરાબ વર્તનને કારણે તેને દૂર કરવામાં આવ્યો હતો અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. એરલાઈન્સ કંપનીએ કહ્યું છે કે મહેમાનો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને અમે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટ્સ પર કોઈપણ પ્રકારની ગેરવર્તણૂકને સાંખી લઈશું નહીં.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ