બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : કપિરાજને ભગાડવો પડ્યો ભારે, કરન્ટ લાગતાં યુવક જીવતો સળગ્યો, ઘટનાસ્થળે મોત

મધ્યપ્રદેશ / VIDEO : કપિરાજને ભગાડવો પડ્યો ભારે, કરન્ટ લાગતાં યુવક જીવતો સળગ્યો, ઘટનાસ્થળે મોત

Bijal Vyas

Last Updated: 12:09 PM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ખજુરાહથી એક ખૂબ જ દર્દનાક મામલો સામે આવ્યો છે. અહીં પર વાંદરાને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે એક યુવકને લોખંડની રોડનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે

મધ્યપ્રદેશના ખજુરાહથી એક ખૂબ જ દર્દનાક મામલો સામે આવ્યો છે. અહીં પર વાંદરાને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે એક યુવકને લોખંડની રોડનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે અને આ દરમમિયાન ઉપરથી થઇ રહેલો હાઇટેન્સન લાઇનની ચપેટમાં આવી ગયો. જેના કારણે જોરદાર ઝટકો લાગ્યો કે તે જીવતો બળી જતા ઘટના સ્થળે તેની મોત થઇ ગઇ. મંગળવાર સાંજે લગભગ 6 વાગે આ દર્દનાક ઘટનાનો એક CCTV વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકની સાથે આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ ઘટના ખજુરાહો રેલ્વેસ્ટેશનની પાસે આવેલ ધ ખજુરાહો હેરિટેજ રિસોર્ટમાં બની હતી. મૃતકની ઓળખ પ્રદીપ રાયકવાર ઉર્ફ રિંકૂના રુપમાં થઇ છે. જે તે જ રિસોર્ટમાં નોકરી કરતો હતો. આ યુવક ફક્ત પાંચ દિવસ પહેલા જ આ હોટલમાં કામ કરવાનું શરુ કર્યુ છે. ત્યાર બાદ તેમાં પરિવારના સભ્યોનો રડી-રડીને બેહાલ થયા છે.

વાંદરાને ભગાડવા ઉઠાવ્યો હતો લોખંડનો પાઇપ

આ દુર્ધટનાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે, તેમાં પ્રદીપ રિસોર્ટમાં બનેલા ગાર્ડનની અંદર આવેલા વાંદરાને ભગાડવા માટે લોખંડની પાઇપ ઉઠાવીને લઇ જતો દેખાઇ રહ્યો છે. તે પાઇપથી વાંદરાને ડરાવતા ભગાડતો જોવા મળે છે. તે જ દરમિયાન પાઇપને વારંવાર ઉઠાવીને જમીન પર પટકે છે એટલે તેના અવાજથી વાંદરો ડરી જાય છે.

ધમાકાના અવાજની સાથે બળી ગયો યુવક

જ્યાંથી વાંદરો ભાગી જાય છે તો બીજી તરફ યુવક તે લોખંડના પાઇપને બિલકુલ સીધો રાખે છે જેનાથી ઉપરથી પસાર થઇ રહેલી હાઇટેંશન લાઇનથી અથડાય જાય છે અને અથડાતા જ ધમાકાની સાથે પ્રદીપના શરીર પર આગ લાગી જાય છે. જેના કારણે તે ચાલતા ચાલતા પડી જાય છે અને તેમાં જ તેનુ ઘટનાસ્થળે મોત નીપજે છે.

અવાજ સાંભળીને બહાર આવ્યા કર્મચારી

બહાર ધમાકાનો અવાજ સાંભળીને રિસોર્ટની બે મહિલા કર્મચારી દોડીને બહાર આવી જાય છે. જેમાં એક યુવકની પાસે સુધી જાય છે અને તેની હાલત જોઇ ડરીને ચીસ પાડે છે. ત્યાર બાદ મહિલા યુવકને બે વાર ભૈયા-ભૈયા કહે છે પછી લોકોને બોલાવા માટે અંદર જાય છે.

આ પણ વાંચોઃ લખનૌમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટથી ભયાનક દૃશ્ય

આ દૂર્ઘટનાની જાણકારી મળ્યા બાદ બમીઠા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. બુધવારે પોસ્ટમોર્ટમ થયા બાદ યુવકના મૃતદેહને પરિવારને સોપ્યો. હાલ પોલીસ આ વાતની તપાસ કરી રહી છે રિસોર્ટની છતની નજીકથી હાઇટેન્શનની લાઇન નિયમો અનુસાર લગાવેલી છે કે તેમાં વિભાગની બેદરકારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

attempt to chase tragedy shocking video away monkey ends
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ