ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:46 PM, 23 September 2025
ADVERTISEMENT
યુએન જનરલ એસેમ્બલી (UNGA) માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણ આપ્યું. યુએન જનરલ એસેમ્બલીમાં પોતાના ભાષણ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનમાં રશિયાનું યુદ્ધ "રશિયાની છબીને નુકસાન પહોંચાડી રહ્યું છે." તેમણે રશિયાનું તેલ ખરીદીને સંઘર્ષને નાણાં પૂરા પાડવામાં મદદ કરવા બદલ ચીન અને ભારતની પણ ટીકા કરી અને રશિયાના મહત્વપૂર્ણ ઉર્જા પુરવઠામાં કાપ ન મૂકવા બદલ નાટો દેશો પર આરોપ મૂક્યો. દરમ્યાન ફરીએકવાર ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પોતે બંધ કરાવ્યું હોવાનો રાગ આલાપ્યો, તેમણે કહ્યું કે મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ સહિત કુલ સાત યુદ્ધ બંધ કરાવ્યા
ADVERTISEMENT
ઇમિગ્રેશન અંગે ટ્રમ્પે કહ્યું કે સરહદો ખુલ્લી રાખવાનો યુગ નિષ્ફળ ગયો છે. આના કારણે યુરોપિયન દેશો નર્ક બની રહ્યા છે. જર્મન જેલોમાં લગભગ 50%, ઑસ્ટ્રિયામાં 53%, ગ્રીસમાં 54% અને "સુંદર દેશ સ્વિટ્ઝર્લૅન્ડ" માં 72% કેદીઓ વિદેશી છે.
આ પણ વાંચોઃ ન્યૂયોર્ક પોલીસે ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકી, મેક્રોને સીધો લગાવ્યો ટ્રમ્પને ફોન, અને પછી....!
ADVERTISEMENT
પોતાના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર યુક્રેન યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવાનો આરોપ પણ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ભારત અને ચીન યુક્રેન યુદ્ધના મુખ્ય સમર્થક હતા.
સંકળાયેલા મુદ્દાઓ