બ્રેકિંગ ન્યુઝ
Solar Eclips: આગામી મહિનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ રસપ્રદ ખગોળીય ઘટના બનવાની છે. આવી ઘટના દુલર્ભ હોય છે જે 100 વર્ષમાં એક જ વાર થાય છે. આજે આ સમય ચૂકી જશી તો આપણે ભવિષ્યમાં ક્યારેય આવી ઘટના જોઈ શકીશું નહીં. એટલે લોકોએ આ અદ્ભુત ખગોળીય ઘટનાને નિહાળવી જોઈએ.
ADVERTISEMENT
સૂર્ય જાણે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જશે
ઓગસ્ટ મહિનાની બીજી તારીખે એવું તો શું બનશે કે પૃથ્વી પર જાણે અંધકાર ફેલાય જશે. સૂર્ય જાણે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જશે. આ ઘટના અંગે વિજ્ઞાનિકો અને ખાસ કરીને સાયન્સમાં રસ ધરાવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

સૌથી લાંબા ગ્રહણોમાંનું એક
ADVERTISEMENT
2 ઓગસ્ટ, 2027ના રોજ, સૂર્યગ્રહણ 6 મિનિટ 23 સેકન્ડ સુધી ચાલશે. જે તેને 21મી સદીના સૌથી લાંબા ગ્રહણોમાંનું એક હશે. આ ગ્રહણ ખાસ કરીને ઉત્તર આફ્રિકા મોરોક્કો, અલ્જેરિયા, ટ્યુનિશિયા, સાઉદી અરેબિયા અને યમનમાં જોવા મળશે. ભારતના કેટલાક પશ્ચિમી ભાગો જેમ કે ગુજરાત અને રાજસ્થાન આંશિક રીતે દેખાશે.
પૂર્ણ સૂર્યગ્રહણ શું છે?
ADVERTISEMENT
પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે દિવસ દરમિયાન પણ અંધકાર છવાઈ જશે. ભારતના મોટાભાગના ભાગોમાં આ પૂર્ણ સૂર્યગ્રહણ નહીં હોય, પરંતુ ગ્રહણની અસર અને ધાર્મિક મહત્વ યથાવત રહેશે.
વધુ વાંચો: બ્રહ્માજીએ આ ઐતિહાસિક મંદિરમાં કરી હતી સાધના, મસ્તક પર પુષ્પ સાથે પ્રગટ થયા ભોળાનાથ
ADVERTISEMENT
ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ
હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા, ખોરાક, સ્નાન વગેરેના નિયમોનું પાલન કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ અને દર્દીઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. સૂતક કાળ ગ્રહણના લગભગ 12 કલાક પહેલા શરૂ થાય છે. અત્યાર સુધી, ઇતિહાસનું સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ 743 બીસીમાં થયું હતું, જ્યારે 7 મિનિટ 28 સેકન્ડ માટે અંધકાર છવાયેલો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.