બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / assembly polls cvigil apps cvigil election commission of india
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂંટણી પંચે આજે ગુરૂવારે કરી દીધી છે. CEC રાજીવ કુમારે તારીખોની ઘોષણા કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે, જ્યારે બીજા તબક્કા માટે, રાજ્યમાં 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. આ વખતે ચૂંટણી પંચ મતદારોની સુવિધા માટે સી-વિજિલ એપ લઈને આવ્યું છે.

ADVERTISEMENT
100 મિનિટમાં મળશે જવાબ
આ એપ દ્વારા મતદાતા આ અંગે પોતાની ફરિયાદ કરી શકે છે. પંચના જણાવ્યા અનુસાર, ગુજરાતની આ ચૂંટણીમાં કોઈપણ મતદારની ફરિયાદનો 100 મિનિટમાં જવાબ આપવામાં આવશે.
કેવી રીતે કામ કરશે સી વિજિલ એપ ?
મતદારો પહેલા આચારસંહિતા ભંગનો બે મિનિટનો વીડિયો બનાવે અથવા તો ફોટો લે. તે પછી તેને ચોક્કસ લોકેશન સાથે એપ પર અપલોડ કરો. જો લોકેશન સાચુ ન હોય તો જીપીએસ ઓન કરો અને પછી એપ ઓટોમેટીક લોકેશન જાણી જશે.
ADVERTISEMENT
.jpg)
ફરિયાદ પછી તમને એક યુનિક ID મળશે, જેનાથી તમે જાણી શકશો કે શું કાર્યવાહી કરવામાં આવી હતી. આ એપ દ્વારા જે પણ ફરિયાદ કરવામાં આવશે તે સીધી કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. ત્યાંથી કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જવાબ એપ પર અપલોડ કરવામાં આવશે. 100 મિનિટમાં આરઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
જાણો કેટલા છે આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 3,24,422 નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. મતદાન મથકોની કુલ સંખ્યા 51,782 છે. રાજ્યમાં સ્થાપિત મતદાન મથકોમાંથી ઓછામાં ઓછા 50% પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.