બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 Who among these 10 strong leaders of MP and Rajasthan will get the blessings of Janata Janardhan?

Assembly Elections 2023 / MP અને રાજસ્થાનાના આ 10 કદ્દાવર નેતાઓમાંથી કોને મળશે જનતા જનાર્દનના આશીર્વાદ?

Megha

Last Updated: 08:39 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ચાર રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની છે એવામાં  મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એ કદાવર નેતા વિશે જાણીએ જેમણે આ ચુંટણીમાં હાર કે જીતનો સામનો કરવો પડી શકે છે.

  • આજે ચાર રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની છે
  • રાજસ્થાનમાં સતા પલટો ચાલુ રહેશે એવું લાગી રહ્યું છે
  • બીજી તરફ મધ્યપ્રદેશમાં કમલ કે કમલનાથ? 

આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. ત્યારે એક્ઝિટ પોલ દર્શાવે છે કે આ ચૂંટણીઓમાં એકંદરે કોંગ્રેસને ફાયદો થશે. તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તાની ખૂબ નજીક બતાવવામાં આવી રહી છે.  તો તેનાથી ઊલટું રાજસ્થાનમાં સતા પલટો ચાલુ રહેશે એવું લાગી રહ્યું છે. 

રાજસ્થાન વિધાનસભામાં કમળ ખીલી શકે છે
એક્ઝિટ પોલ દર્શાવે છે કે 200 બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભામાં કમળ ખીલી શકે છે. અહીં 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. પોલ ઓફ પોલ્સ મુજબ રાજસ્થાનમાં ભાજપને 109, કોંગ્રેસને 77 અને અન્યને 27 બેઠકો મળી શકે છે. 'જન કી બાત' પણ ભાજપની તરફેણમાં પરિણામોની જાણ કરી રહી છે. તેમાં ભાજપને 111, કોંગ્રેસને 74 અને અન્યને 14 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. ETGના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 64 બેઠકો અને ભાજપને 118 બેઠકો પર વિજય મળી રહ્યો છે.

બીજી તરફ મધ્યપ્રદેશમાં કમલ કે કમલનાથ?
એક્ઝિટ પોલમાં સૌથી નજીકની હરીફાઈ મધ્યપ્રદેશમાં જોવા મળી રહી છે. સત્તાધારી ભાજપ અહીં ફરી પોતાનો ઝંડો ફરકાવવામાં સફળ થશે કે કેમ તે અંગે શંકાના વાદળો છે. જો કે પોલના એક્ઝિટ પોલ ભાજપને સ્પષ્ટ બહુમતી બતાવી રહ્યા છે. પોલ ઓફ પોલ્સ કહે છે કે અહીં ભાજપને 124 સીટો મળશે, કોંગ્રેસને 102 સીટો મળશે અને અન્યને 4 સીટો મળશે. 230 સીટોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં કમલ કે કમલનાથ પરથી શંકાના વાદળો હટાવતા 'જન કી બાત'એ કોંગ્રેસને 114 સીટો જીતી બતાવી. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને 109 સીટો મળશે. મેટ્રિઝના એક્ઝિટ પોલ પણ લગભગ આ જ વાર્તા કહી રહ્યા છે. તેમાં ભાજપને 125 અને કોંગ્રેસને 103 બેઠકો બતાવવામાં આવી છે. પોલસ્ટ્રેટના પરિણામો દર્શાવે છે કે કોંગ્રેસ 116 બેઠકો જીતી શકે છે અને ભાજપ 111 બેઠકો જીતી શકે છે.

એવામાં ચાલો અમે તમને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એ કદાવર નેતા વિશે જણાવીએ જેમણે આ ચૂંટણીમાં ભાગ લીધો છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં એમને હાર કે જીત મળી શકે છે. 

મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ)
સિહોર જિલ્લામાં આવેલ બુધની વિધાનસભા સીટ હાલ શિવરજનું ગઢ છે. દર વખતની જેમ આ વખતે પણ શિવરાજ સિંહ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે કોંગ્રેસે ટીવી સીરિયલ રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવનાર વિક્રમ મસ્તલને શિવરાજની સામે મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લી 2018ની ચૂંટણીમાં અરુણ યાદવનો સામનો શિવરાજ સામે હતો. શિવરાજે તેમને 58,999 મતોથી હરાવ્યા હતા.

મધ્યપ્રદેશના કમલનાથ સિંહ (કોંગ્રેસ)
છિંદવાડામાં ભાજપના બંટી સાહુ કમલનાથની સામે ઉભા હતા. ગત ચૂંટણીમાં સાહુને 44 ટકા વોટ મળ્યા હતા અને તેઓ માત્ર 25,000 વોટથી હારી ગયા હતા. જ્યારે કમલનાથ પહેલાથી જ સીએમ હતા અને સાહુ તેમની પહેલી ચૂંટણી લડી રહ્યા હતા.

મધ્યપ્રદેશના કૈલાશ વિજયવર્ગીય (ભાજપ)
આ વખતે ભાજપે સ્ટાર પ્રચારક કૈલાશ વિજયવર્ગીયને મેદાનમાં ઉતાર્યા છે, જે 6 વખતના ધારાસભ્ય અને મંત્રી છે. 2008ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ ફરીથી ઈન્દોરની આંબેડકર નગર-MH બેઠક પરથી વિજયી થયા હતા. ત્યારબાદ 2013ની ચૂંટણીમાં પણ તે આ જ બેઠક પરથી જીત્યા હતા. ઈન્દોરની અલગ-અલગ સીટો પરથી ચૂંટણી લડીને તેઓ સતત 6 સીટો પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. આ વખતે ઈન્દોર-1 તરફથી મેદાનમાં.

મધ્યપ્રદેશના નરેન્દ્ર સિંહ તોમર (ભાજપ)
નરેન્દ્ર સિંહ તોમર પર પાર્ટી ભરોસો મૂકીને વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે, તેઓ મુરાઇન જિલ્લાનાની દતિયા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

બીજી તરફ જો રાજસ્થાનના કદાવર નેતાઓની વાત કરી તો લિસ્ટમાં પહેલા નંબર પર છે.. 

અશોક ગેહલોત (કોંગ્રેસ)
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સરદારપુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ એમની કર્મભૂમિ છે અને તેનો લગાતાર 25 વર્ષથી ચૂંટણી જીતી રહ્યા છે. 1998માં કોંગ્રેસે ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે તેમને સરદારપુરા સીટ પરથી પેટાચૂંટણી જીતવી પડી હતી. આ ચૂંટણી જીતીને તેઓ વિધાનસભામાં પ્રવેશ્યા. 2008માં ગેહલોતે બીજી વખત મુખ્યમંત્રીની ચૂંટણી જીતી હતી. તેઓ 2018માં મુખ્યમંત્રી પણ બન્યા હતા અને હાલમાં તેમનો ત્રીજો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. 

મહેન્દ્ર સિંહ રાઠોડ (ભાજપ)
ભાજપે પ્રોફેસર મહેન્દ્ર સિંહ રાઠોડને ગેહલોત સામે મેદાનમાં ઉતાર્યા છે. રાઠોડ રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક છે. આ ચૂંટણીમાં રાઠોડ સામે ગેહલોત ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કોણ જીતે છે તે જોવું રહ્યું.

સચિન પાયલટ (કોંગ્રેસ) 
સચિન પાયલટ ટોંકના વર્તમાન ધારાસભ્ય છે, તેઓ આ સીટ પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ત્રણમાંથી ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી છે, તેથી આ બેઠક પર પાયલોટ પોતાનું વર્ચસ્વ જાળવી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. ટોંક બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. છેલ્લી ત્રણમાંથી બે ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી છે, પરંતુ 2013માં ભાજપે જીત મેળવી હતી. ટોંક સીટ પર સચિન પાયલટ અને અજીત સિંહ મહેતા વચ્ચે મુકાબલો છે. પાયલોટે 2018માં મહેતાને હરાવ્યા હતા, પરંતુ 2013માં મહેતા વિજેતા બન્યા હતા.

વસુંધરા રાજે (બીજેપી)
વસુંધરા રાજે ઝાલરાપાટન સીટને પોતાનો ગઢ માને છે, આ વખતે પણ તેઓ આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે 2003 થી સતત આ સીટ જીતી રહી છે અને આ સમયગાળા દરમિયાન તે બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચુકી છે. કોંગ્રેસે તેમની સામે રામલાલ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. વસુંધરાએ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસના માનવેન્દ્ર સિંહને હરાવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

5 states Assembly Elections 2023 Assembly Elections 2023 Assembly Elections 2023 result Madhya Pradesh Election 2023 Rajasthan Assembly Election 2023 election result 2023 Assembly Elections 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ