ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:39 PM, 13 July 2024
ADVERTISEMENT
સાત રાજ્યો બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીની 13 બેઠકોના રિઝલ્ટ જાહેર થયાં છે જેમાં એનડીએને ફરી ઝટકો લાગ્યો છે અને વિપક્ષની જીત થઈ છે. 13 બેઠકો પર 10 જુલાઈએ મતદાન થયું હતું.
ADVERTISEMENT
બંગાળમાં દિદીનો જાદુ ચાલ્યો
પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર શાસક ટીએમસીનો જાદુ ચાલ્યો છે અને તેને તમામ 4 બેઠકો જીતી લીધી છે.
ADVERTISEMENT
જલંધર પશ્ચિમ પર AAPની શાનદાર જીત
જલંધર પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. AAPના મોહિન્દર ભગતે કોંગ્રેસના સુરિન્દર કૌરને 37000થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં કોંગ્રેસની જીત
ઉત્તરાખંડની એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કાજી નિઝામુદ્દીન જીતી ગયા છે.
ADVERTISEMENT
હિમાચલમાં બે બેઠકો પર કોંગ્રેસની જીત
હિમાચલમાં સત્તાધારી કોંગ્રેસની બે બેઠકો પર અને ભાજપની 1 બેઠક પર જીત થઈ છે.
ADVERTISEMENT
તમિલનાડુમાં પણ ડીએમકે વિજેતા
તમિલનાડુમાં પણ શાસક ડીએમકેનો દબદબો જળવાઈ રહ્યો છે. ડીએમકેના ઉમેદવારની જીત થઈ છે.
ADVERTISEMENT
એમપીની અમરવાડા બેઠક પર ભાજપની જીત
એમપીની 1 બેઠક પર ભાજપના કમલેશ સાહુએ કોંગ્રેસના ધીરેન સાહને હરાવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો