બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ફાયરિંગ સામે ઈન્ટરનેશનલ ફાયર! શુભમન ગિલ અને અભિષેક શર્માએ પાકની હેકડી કાઢી, તણખા ઝર્યા
Last Updated: 11:56 PM, 21 September 2025
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025ની સુપર ફોર મેચમાં ભારતે પાકિસ્તાન દ્વારા નિર્ધારિત 172 રનના લક્ષ્યનો પીછો કરતા ધમાકેદાર શરૂઆત કરી હતી.. શુભમન ગીલ અને અભિષેક શર્માએ મેદાન પર આવતાની સાથે જ તોફાન મચાવ્યું હતું.. અભિષેક શર્મા અને શુભમન ગીલે ચોક્કા-છક્કાની રમઝટ બોલાવી હતી.. પાકિસ્તાની બોલરો આ બન્ને બેટ્સમેનોની તોફાની બેટિંગ સામે સાવે લાચાર જણાઇ રહ્યા હતા.
ADVERTISEMENT
આ દરમ્યાન એક મુમેન્ટ એવી પણ આવી જેમાં અભિષેક શર્મા અને હરિસ રઉફ વચ્ચે તણખા ઝર્યા હતા.. રઉફની ઓવરના છેલ્લા બોલ પર ગિલે ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ગીલે અને રઉફ વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમાં અભિષેકે દરમ્યાનગીરી કરી હતી..જે બાદ અભિષેક અને રઉફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને અમ્પાયરે દરમ્યાનગીરી કરવી પડી હતી.
Abhishek Sharma to Haris Qasai -
— Kanishk (@jeene2yarr) September 21, 2025
Udhar jaake maa chudwa apni 😭😭 pic.twitter.com/iXKUo25bQD
ADVERTISEMENT
અભિષેક અને હરિસ રૌફ વચ્ચે બોલાચાલી થઇ હતી.બન્ને એકબીજા સામે ખુબજ ઉગ્ર વર્તન કરતા જોવા મળ્યા હતા.અને સ્થિતિ એ આવી કે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી..
આ પણ વાંચોઃ IND vs PAK: હાથ શું નજર પણ ન મળાવી, સૂર્યકુમારે ફરી પાક કેપ્ટનને કર્યો અવગણ્યો, જુઓ VIDEO
ADVERTISEMENT
અગાઉ , ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા, જેનાથી ભારતને જીત માટે 172 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે તેની નબળી ફિલ્ડિંગનું પરિણામ ભોગવ્યું હતું, જેમાં ચાર સરળ કેચ છોડ્યા હતા.. અભિષેકે બે, કુલદીપ અને ગિલે એક-એક કેચ છોડ્યો હતો. સાહિબજાદા ફરહાનને ત્રીજા બોલ પર જીવનદાન આપવામાં આવ્યું હતું અને તેનો ફાયદો ઉઠાવીને તેણે અડધી સદી ફટકારી હતી. સાહિબજાદા ફરહાને 45 બોલમાં 58 રન બનાવ્યા હતા. અંતે સલમાન આગાએ 13 બોલમાં 17 રન અને અશરફે 8 બોલમાં 20 રન બનાવીને પાકિસ્તાનનો સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો. ભારત તરફથી દુબેએ બે વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક અને કુલદીપે એક-એક વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.