બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / As soon as Kohli's 100 runs were completed, 'selfish' started trending, due to which 'Virat' is being trolled.
Last Updated: 11:24 PM, 6 April 2024
વિરાટ કોહલીની સદી છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ સામે હારી ગયું... વિરાટ કોહલીએ આ મેચમાં 72 બોલમાં 113 રન ફટકાર્યા હતા. અને સદી બનાવવા છતા વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.. આપને નવાઇ લાગેશ કે સદી અને તે પણ આટલી ઝડપી સદી ફટકારવા છતા તેને શા માટે ટ્રોલ કરાઇ રહ્યો છે... વાસ્તવમાં વિરાટને ટ્રોલ કરનારા લોકોનું કહેવું છે કે તેણે સદી કરવાના ચક્કરમાં વધારે સમય લીધો હતો.
ADVERTISEMENT
ICYMI - @imVkohli brought a well made half-century with a MAXIMUM 🔥💥
— IndianPremierLeague (@IPL) April 6, 2024
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
LIVE - https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/g03v0YkZvO
ADVERTISEMENT
કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી
ADVERTISEMENT
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પ્રથમ બેટિંગ લેતા 183 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટ કોહલી આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેણે 72 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી હતી અને IPL કરિયરની 8મી સદી ફટકારી હતી. કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને વાસ્તવમાં તેની ઇનિંગ્સના કારણે જ RCB 183 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહ્યું હતું. આમ છતાં લોકો કોહલીને 'સ્વાર્થી' કહીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે વિરાટ ફક્ત પોતાના માટે રમે છે, તેના માટે ટીમનું કોઈ મહત્વ નથી.
Majestic! 💯
— IndianPremierLeague (@IPL) April 6, 2024
🎥 Relive the first hundred of the season which was scored by none other than Virat Kohli 👑
WATCH 🔽 #TATAIPL | #RRvRCB
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલી ભૂતકાળમાં પણ ધીમી ઈનિંગ્સ માટે ટ્રોલ થઈ ચૂક્યો છે, પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે તેણે લગભગ 157ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. કોહલીને 'સ્વાર્થી' કહેતા એક પ્રશંસકે એવો પણ આરોપ લગાવ્યો કે વિરાટના કારણે ફાફ ડુ પ્લેસિસ પર દબાણ વધવા લાગ્યું હતું, જેના કારણે તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. તમને જણાવી દઈએ કે ડુ પ્લેસિસ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ રાજસ્થાન સામે તેણે 44 રન બનાવવા માટે 33 બોલ લીધા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 133 હતો, જે તેની નેચરલ બેટિંગ પ્રમાણે ઓછો કહી શકાય
ADVERTISEMENT
🤝👏
— IndianPremierLeague (@IPL) April 6, 2024
Follow the Match ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/fJrQxb8T5w
90 અને 100 રન બનાવવાની વચ્ચે ખૂબ જ ધીમી બેટિંગકરી
કોહલીને સ્વાર્થી એટલે પણ કહેવામાં આવી રહ્યો છે કારણ કે તેણે 90 અને 100 રન બનાવવાની વચ્ચે ખૂબ જ ધીમી બેટિંગકરી હતી. તમને જણાવી દઈએ કે કોહલી સૌથી ધીમી સદીની ઇનિંગ્સ રમવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. અગાઉ, આ નકામો લાગતો રેકોર્ડ મનીષ પાંડેના નામે હતો, જેણે 2009માં RCB તરફથી રમતા ડેક્કન ચાર્જર્સ સામે 67 બોલમાં સદી ફટકારી હતી. એક તરફ કોહલીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઘણા લોકો તેના સમર્થનમાં પણ આવી ગયા છે. એક તરફ કોહલીએ 72 બોલમાં 113 રન બનાવ્યા તો બાકીના ખેલાડીઓએ 48 બોલમાં 59 રન બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.