બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / article 370 yami gautam on how husband aditya dhar contact her management team

મનોરંજન / શું તમે જાણો છો, ફિલ્મ 'આર્ટિકલ 370'માં આખરે કેટલું સત્ય છે, કેટલું અસત્ય? યામીનો ખુલાસો

Arohi

Last Updated: 01:57 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Yami Gautam: યામી ગૌતમની ફિલ્મ 'આર્ટિકલ 370'ને આદિત્ય જાંભલે ડાયરેક્ટ કરી છે. પોતાની આ ફિલ્મને લઈને યામી ખૂબ જ ઉત્સાહિત છે. આ એક્શન પોલિટિકલ ડ્રામા ફિલ્મ હશે. તેમાં પહેલી વખત યામી ગૌતમ એક એનઆઈએ ઓફિસરના પાત્રમાં જોવા મળશે.

  • 'આર્ટિકલ 370'માં આખરે કેટલું સત્ય છે? 
  • યામી ગૌતમે ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો 
  • NIA ઓફિસરના પાત્રમાં મળશે જોવા 

ફેમસ એક્ટ્રેસ યામી ગૌતમ તેમની ફિલ્મ 'આર્ટિકલ 370'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ યામી ગૌતમ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે પ્રોડ્યુસર તેમના પતિ આદિત્ય ઘરની આ પહેલી ફિલ્મ છે. શૂટિંગ વખતે યામી અને આદિત્યને ખબર પડી કે તે માતા-પિતા બનવાના છે. એક ઈન્ટરવ્યૂમાં વાતચીત વખતે યામીએ આ ફિલ્મને લઈને તેની જવાબદારી પતિ આદિત્ય ઘરના વિઝન અને તેમની ફિલ્મોની ચોઈસને લઈને ઘણી રસપ્રદ વાતો શેર કરી. 

'આર્ટિકલ 370' માં પોલિટિકલ સાઈડ જ હશે? આ પ્રશ્નના જવાબમાં યામીએ જણાવ્યું,  'આર્ટિકલ 370'એવા નિર્ણયની વાત છે જે 70 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. ઘણા વર્ષ પહેલા લેવામાં આવેલો આ નિર્ણય આજે પણ અસર કરે છે. આ સંપૂર્ણ સ્ટોરી અમે ઓડિયંસને સરળ રીતે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ તે સરળ નથી. 

યામીએ આગળ જણાવ્યું આ ફિલ્મમાં એક્શન પણ છે. પરંતુ આ એક પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે. તેમાં ઉરીના મુકાબલે ઓછુ એક્શન હશે. પરંતુ હું એક રિયલ લાઈફ પાત્રને પડદા પર રજૂ કરી રહી છુ અને આ વાતની મને ખુશી છે. આ એવી ઓફિસર છે જેમણે પોતાના દેશ માટે પોતાની જવાબદારી તો નિભાવી પરંતુ છતાં તે નથી ઈચ્છતા કે લોકો તેમનું નામ જાણે. હું પણ તેમનું નામ નથી જાણતી. 

વધુ વાંચો: ઋતિક રોશનના ફોટોએ વધારી ચાહકોની ચિંતા, એક્ટર કમર પર બેલ્ટ સાથે પાટાપિંડીમાં દેખાયો

ફિલ્મમાં થયો છે ક્રિએટિવ લિબર્ટીનો ઉપયોગ? 
ક્રિએટિવ લિબર્ટી વિશે જણાવતા યામીએ કહ્યું થોડા સમય પહેલા આદિત્ય અને હું આના પર વાત કરી રહ્યા હતા. ઘણી વખત તો જે હકીકત હોય છે તેમાંથી યોગ્ય સિનેમા બનતા થોડુ ટોન ડાઉન કરવું પડે છે. કારણ કે ઓડિયન્સ તરીકે જ્યારે તમે ફિલ્મ જોવો છો તો મગજમાં એવા સવાલ આવી જાય છે કે આ પોસીબલ છે... અથવા તો આવું તો થઈ જ ન શકે.... અને અમે પણ તેને જસ્ટિફાઈ નથી કરી શકતા. ભલે અમે તેના પર રિસર્ચ કર્યું હોય અમારી પાસે તેનો પુરાવો હોય. બે કલાકની ફિલ્મમાં તમે બધુ જ ન બતાવી શકો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ