બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઋતિક રોશને ફેન્સ સાથે એક ફોટો શેર કર્યો છે જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થયો છે. આ ફોટોમાં એક્ટર ઘોળીનાં સહારે દેખાઈ રહ્યાં છે. આ પોસ્ટનાં કેપ્શનમાં એક્ટરે ફેંસને પોતાનો હેલ્થ અપડેટ આપ્યો છે.
ADVERTISEMENT
માંસપેશીમાં આવી ખેંચ
ઋતિક રોશનની પીઠની નીચેનાં ભાગમાં માંસપેશીમાં ખેંચાણ આવ્યું છે. તેમણે પોતાના હેલ્થ સંબંધિત અપડેટ આપતાં લખ્યું કે- તમારામાંથી કેટલા લોકોને ઘોડી કે વ્હીલચેર પર રહેવાની જરૂર પડી અને તેનાથી તમને કેવો અનુભવ થયો? મને યાદ છે મારા દાદાજીએ એરપોર્ટ પર વ્હીલચેર પર બેસવાથી ઈનકાર કર્યો હતો કારણકે તેમની પોતાની મજબૂત માનસિત ઈમેજ સાથે વ્હીલચેર મેચ નહોતી થતી. મને યાદ છે મેં કહ્યું હતું કે- પણ ડેડા, આ માત્ર એક ઘા છે તેનાથી તમારી ઉંમર સાથે કોઈ સંબંધ નથી. પણ આ જોઈને મને દુખ થયું કે અંદરનાં ભય અને શરમને છુપાવવા માટે તેમણે ઈનકાર કર્યો. જેના લીધે દુખાવો વધી ગયો.
ADVERTISEMENT
ફેન્સ થયાં ચિંતિત
ઋતિક રોશની આ પોસ્ટ પર ટાઈગર શ્રોફ, વરુણ ધવન જેવા સ્ટાર્સની સાથે-સાથે તેમની ગર્લફ્રેંડ સબા આઝાદે પણ કમેંટ કરી છે. સાથે જ ચિંતિત થયેલા ફેન્સ પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ઋતિકનું માનવું છે કે સાચી તાકાત આરામ, ધીરજતા અને જાગૃતતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.