ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / article 370 yami gautam film banned in gulf countries

બોલિવુડ / Article 370ના મેકર્સને મોટો ઝટકો: ગલ્ફ દેશોમાં મૂકાયો પ્રતિબંધ, PM મોદીએ કર્યા હતા યામીના વખાણ

Published By: Vikram Mehta

Last Updated: 04:08 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં આવી ગઈ છે. દર્શકો તરફથી આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આ ફિલ્મે સારી કમાણી કરી લીધી છે. ખાડી દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ADVERTISEMENT

અભિનેત્રી યામી ગૌતમની લેટેસ્ટ એક્શન અને થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા પર આધારિત છે. દર્શકો તરફથી આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આ ફિલ્મે સારી કમાણી કરી લીધી છે. ખાડી દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

ફિલ્મ ‘આર્ટિકલ 370’ પર પ્રતિબંધ
ખાડી દેશ ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતર, દોહા, સંયુક્ત અરબ અમીરાતમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે ખૂબ જ અચરજની વાત છે. ખાડી દેશોમાં બોલિવુડ ફિલ્મોનો ખૂબ જ ક્રેઝ રહે છે અને હિન્દી ફિલ્મોને સારો રિસ્પોન્સ પણ મળે છે. ખાડી દેશોમાં બોલિવુડની તમામ ફિલ્મોનું શુટીંગ પણ થાય છે. આ પરિસ્થિતિમાં ખાડી દેશોમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ પર પ્રતિબંધ મુકવો તે ખૂબ જ હેરાન કરી દેતી ન્યૂઝ છે. અગાઉ UAE સિવાય તમામ ખાડી દેશ ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઈટર’ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

PM મોદીએ કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રેલીમાં યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’નો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ રેલીમાં જણાવ્યું હતું કે, ‘સાંભળ્યું છે કે, આર્ટિકલ 370 પર કોઈ ફિલ્મ આવી રહી છે, જેથી લોકોને સારી અને યોગ્ય જાણકારી મળશે.’

ત્રણ દિવસમાં બજેટ કરતા વધુ કમાણી
દર્શકો તરફથી ફિલ્મ ‘આર્ટિકલ 370’ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ 20 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મ રિલીઝ થઈ તેના ત્રણ દિવસમાં 20 કરોડ કરતા પણ વધુ કમાણી કરી લીધી છે. ફિલ્મ ‘આર્ટિકલ 370’એ બોક્સઓફિસ પર પહેલા દિવસે 6.12 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ બીજા દિવસે 9.8 કરોડ રૂપિયાની અને ત્રીજા દિવસે 10.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જેથી આ ફિલ્મે માજ્ઞ ત્રણ દિવસમાં 34.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

વધુ વાંચો: વિરૂષ્કાની પુત્રી વામિકાને બર્થ-ડે પર અપાઇ હતી આ સ્પેશ્યલ ગિફ્ટ, 1 મહિના બાદ ગિફ્ટ પેક થયું વાયરલ

‘આર્ટિકલ 370’ સ્ટાર કાસ્ટ

બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે ફિલ્મ ‘આર્ટિકલ 370’માં લીડ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં યામી ગૌતમીએ તપાસ અધિકારીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પ્રિયામણિ અને અરુણ ગોવિલે પણ મુખ્ય પાત્ર ભજવ્યું છે. અરુણ ગોવિલે આ ફિલ્મમાં PM મોદીનું પાત્ર ભજવ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Article 370 Banned In Gulf Countries Article 370 box office collection Article 370 collection Article 370 પર પ્રતિબંધ article 370 આર્ટિકલ 370 આર્ટિકલ 370 પર પ્રતિબંધ ખાડી દેશમાં આર્ટિકલ 370 પર પ્રતિબંધ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ