બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોન માર્કેટમાં Apple નંબર વન, Google-Nothingનો જબરદસ્ત ઉછાળો
Last Updated: 08:05 AM, 14 April 2026
અમેરિકાની કંપની Apple હાલમાં સ્માર્ટફોન માર્કેટમાં નંબર વન બની ગઈ છે. વર્ષના પહેલા ત્રિમાસિકમાં Appleએ કોઈ ખાસ સ્પર્ધા વગર પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. જાણવા જેવી વાત એ છે કે 2025ના અંતમાં Appleએ Samsungને પાછળ મૂકીને સૌથી મોટી સ્માર્ટફોન કંપની બનવાનો તાજ મેળવ્યો હતો. બીજી તરફ Googleએ તેના Pixel ફોનની સફળતાને કારણે મોટી પ્રગતિ કરી છે. જો આખા માર્કેટની વાત કરીએ તો સ્માર્ટફોન માર્કેટમાં વર્ષ દરમિયાન લગભગ 6% ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
એક રિસર્ચમાં આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં Apple પ્રથમ સ્થાન પર રહી છે. આ પહેલી વખત છે જ્યારે કંપનીએ વર્ષની પહેલા ત્રિમાસિકમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હાલમાં Apple પાસે 21% માર્કેટ શેર છે અને તે Samsung (20%) કરતા આગળ છે. Appleની સફળતાનું મુખ્ય કારણ તેની નવી iPhone 17 seriesનું સારું વેચાણ સાથે આક્રમક ટ્રેડ-ઇન ઓફર્સ માનવામાં આવે છે. બીજી તરફ લોન્ચમાં વિલંબ અને એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં નબળી માંગને કારણે Samsungને ફાયદો મળી શક્યો નહીં અને તે બીજા સ્થાને આવી ગઈ.
ADVERTISEMENT
Apple આગળ જશે એવો અંદાજ પહેલાથી હતો પરંતુ Googleની આ પ્રગતિએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. Pixel ફોનની વધતી માંગને કારણે Googleના વેચાણમાં વર્ષ દરમિયાન 14% વધારો થયો છે. AI ફીચર્સ, સારી ફોટોગ્રાફી અને સરળ સોફ્ટવેર અનુભવના કારણે લોકો Pixel ફોન વધુ ખરીદી રહ્યા છે. તાજેતરમાં લોન્ચ થયેલ Google Pixel 10aને પણ ખરીદદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
ADVERTISEMENT
આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં Apple 21 ટકા બજાર હિસ્સા સાથે પ્રથમ ક્રમે, Samsung 20 ટકા સાથે બીજા ક્રમે અને Xiaomi 14 ટકા બજાર હિસ્સા સાથે ત્રીજા નંબરે છે. Oppo (OnePlus અને Realme સહિત) 11 ટકા સાથે ચોથા નંબરે છે. આ ક્વાર્ટરમાં Google અને Nothing એ સૌથી મોટો ઉછાળો જોયો. જ્યારે Google એ 14 ટકા વધારો નોંધાવ્યો Nothing એ 25 ટકા વૃદ્ધિ નોંધાવી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ તમારા WhatsAppને બનાવો વધુ સુરક્ષિત અને સ્માર્ટ આ સરળ ટ્રિક્સથી એક અહેવાલ મુજબ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વિશ્વભરમાં 1.26 અબજ સ્માર્ટફોન મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષ કરતા 6 ટકા (આશરે 75 મિલિયન) યુનિટ ઓછો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.