ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Bollywood / Cricket / anushka replied to farokh engineer on allegations

જવાબ / પૂર્વ દિગ્ગજ ક્રિકેટરને અનુષ્કાએ સણસણતો જવાબ આપતાં ક્રિકેટરે માફી માંગતા કહ્યું મજાક કરતો હતો

Published By: Parth

Last Updated: 05:05 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુષ્કા શર્મા પર ઘણીવખત આરોપો લાગતા રહ્યા છે. અનુષ્કાએ પહેલેથી જ પોતાના પર લાગતા આરોપ પર મૌન ધારણ કર્યું હતું. પરંતુ હવે તેમણે ચુપ્પી તોડવાનો નિર્ણય લીધો છે અનુષ્કાએ એક પત્રમાં વિગતવાર રીતે પોતાના પર લાગેલા દરેક આરોપો પર જવાબ આપ્યો છે. અનુષ્કાએ જણાવ્યું કે તેમના પર લાગેલા બધા જ આરોપો જુઠ્ઠા અને પાયાવિહોણા છે.

ADVERTISEMENT

  • અનુષ્કા શર્માએ એક લાંબો પત્ર પોસ્ટ કરી આપ્યો જવાબ 
  • ફારુખ એન્જીનીયરે માંગી માફી 

ટ્વિટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામથી એક પત્ર પોસ્ટ કરી આપ્યો જવાબ

અનુષ્કા શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલથી એક પત્ર પોસ્ટ કર્યો અનુષ્કાએ આ પત્રમાં પોતાના પર લાગેલા બધા જ આરોપો પર જવાબ આપ્યો છે. હાલમાં જ તેમના પર આરોપ લાગવવામાં આવ્યો હતો કે મેચ દરમિયાન સિલેક્ટર્સ દ્વારા તેમણે ચા પીરસવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરે અનુષ્કા શર્મા પર આરોપ લગાવ્યો હતો જેનો અનુષ્કા શર્માએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. 

 

'માત્ર એક મેચ જોઈ એ પણ ફેમિલી બોક્સમાં બેસીને' 

અનુષ્કા શર્માએ જવાબ આપતા લખ્યું આ સૌથી મોટું જૂથ છે કે વર્લ્ડ કપ મેચ દરમિયાન સિલેક્ટર્સ દ્વારા તેમને ચા પીરસવામાં આવી હતી. હું વર્લ્ડ કપમાં માત્ર  એક મેચ જોવા ગયી હતી જે પણ મેં ફેમીલી બોક્સમાં બેસીને જોઈ હતી. જયારે તમારી સુવિધા પર સવાલ ઉઠે તો સચ્ચાઈ મહત્વ રાખે છે, જો તમારે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવવા હોય તો તમે આઝાદ છો કૃપા કરીને તમારા આરોપો સાબિત કરવા માટે મારું નામ વચ્ચે ના લાવશો. કોઈએ પણ આવી વસ્તુઓમાં મારું વાપરવાની છૂટ નથી. 

ફારુખ એન્જીનીયરે માફી માંગી 

જોકે ફારુખ એન્જીનીયરે પણ અનુષ્કાની માફી માંગી હતી. તેમણે કહ્યું કે તેમણે તો મજાકમાં જ આ નિવેદન આપ્યું હતું, જેનો રાઈનો પહાડ બનાવી દેવામાં આવ્યો. અનુષ્કાને અનાયાસે વચ્ચે લઇ આવવામાં આવી હતી.વિરાટ ખુબ જ શાનદાર કેપ્ટન છે. એક ચેનલ પર તેમણે કહ્યું કે હું અનુષ્કાનો મજાક બનવવા માંગતો ન હતો, તે તો ખુબ સારી અને ચાર્મિંગ વ્યક્તિ છે. તે વિરાટ કોહલી માટે રોલ મોડલ છે. જો મારી વાતથી તમને ખોટું લાગ્યું હોય તો હું તેમની માફી માંગું છું. 

શું હતો સમગ્ર મામલો 

ફારુખ એન્જીનીયરે ભારતની સિલેક્ટર્સ કમિટી પર સવાલો ઉઠાવ્યા અને કટાક્ષ કરવામાં તેમણે અનુષ્કા શર્માનું નામ પણ સામેલ કર્યું હતું.82 વર્ષના ફારૂખ એન્જિનિયર હાલની સિલેક્શન કમિટીથી ખુશ નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, ''અમારી પાસે મિકી માઉસની સિલેક્શન સમિતિ છે.'' તેમણે કહ્યુ કે, ટીમ ''સિલેક્શન કોઇ અઘરું કામ નથી કારણ કે વિરાટ કોહલીનું ઘણુ ચાલે છે.''તેમણે આગળ કહ્યુ કે, પરંતુ સિલેક્ટર્સની શું ખૂબી છે? બધા સિલેક્ટર્સ મળીને કુલ 10-12 ટેસ્ટ મેચ રમ્યા હશે. હું તેમાંથી એક સિલેક્ટરને તો ઓળખી પણ ન શક્યો. મેં કોઈને પૂછ્યું કે આ કોણ હતો જેણે ભારતનું બ્લેઝર પહેરી રાખ્યુ છે, તો તેણે જણાવ્યુ કે, આ એક સિલેક્ટર છે. તે માત્ર અનુષ્કા શર્માને ચાના કપ આપી રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Apologises Farokh Engineer World Cup Answer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ