બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Anu Malik Opens up on MeToo allegations and Wrote open letter on twitter
ADVERTISEMENT
રાહ જોતો રહ્યો કે સત્ય જાતે જ સામે આવશે
અનુ મલિકે ઓપન લેટરમાં લખ્યું હતું, 'છેલ્લાં એક વર્ષમાં મારી પર ઘણાં એવા આરોપો લાગ્યા છે, જે મેં ક્યારેય કર્યાં નહોતાં. હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો અને રાહ જોતો રહ્યો કે સત્ય જાતે જ સામે આવશે, પણ હવે મને અહેસાસ થયો છે કે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી રહી છે. જ્યારથી મારી ઉપર ખોટા આરોપો લાગ્યા છે ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા અને મારા પરિવારનું માનસિક સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી છે. આ તમામ આરોપોએ મને અને મારા કરિયરને બરબાદ કરી દીધું છે. હું મારી જાતને હેલ્પલેસ, નજરઅંદાજ તથા અકળાયેલો ફિલ કરી રહ્યો છું'.
ADVERTISEMENT
— Anu Malik (@The_AnuMalik) November 14, 2019
ADVERTISEMENT
તમામ આરોપો ટીવી પર પરત ફર્યા ત્યારે લગાવ્યા
વધુમાં અનુ મલિકે કહ્યું કે, 'આ ઘણું જ શરમજનક છે કે જીવનના આ તબક્કે મારા નામની સાથે આટલા ખરાબ શબ્દો અને ડરામણી ઘટનાઓને જોડવામાં આવી રહી છે. કેમ આ પહેલાં આ અંગે સવાલ કરવામાં આવ્યા નહીં? આ તમામ આરોપો ત્યારે જ કેમ લાગ્યા જ્યારે હું ટીવી પર પરત આવ્યો અને આ એક માત્ર મારી કમાણીનું સાધન છે. હું બે દીકરીઓનો પિતા છું અને આવું કંઈ કરવાનું વિચારી પણ શકતો નથી. શો ચાલુ જ રહેવો જોઈએ પરંતુ, આ હસતા ચહેરા પાછળ હું ઘણી જ તકલીફમાં છું. અંધારામાં છું અને મારે બસ ન્યાય જોઈએ.'
ADVERTISEMENT
અનુ મલિક સામે આ સિંગર્સે આરોપ મૂક્યો
ઉલ્લેખનીય છે કે ‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ પેનલમાં સામેલ થયા બાદ અનુ મલિક પર યૌન શોષણના આરોપો લાગ્યા હતાં. જે બાદ સોના મહાપાત્રા તથા નેહા ભસિને શોમાં અનુ મલિકના જજ બનવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, આ બદાંની વચ્ચે ઘણાં લોકોએ અનુ મલિકને સપોર્ટ પણ કર્યો. જેમાં સિંગર હેમા સરદેસાઈ અને કાશ્મીરા શાહે પણ સપોર્ટ કર્યો હતો. હાલ અનુ મલિક ‘ઈન્ડિયન આઈડલ 11’માં જજ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.