બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Anti Valentine Week days: Slap day, break up day, kick day

રિલેશનશીપ / આવતીકાલથી એન્ટિ વેલેન્ટાઇન ડેના દિવસો શરૂ, ફ્લર્ટ અને બ્રેકઅપ ડેનું અનોખુ મહત્વ, થપ્પડ મારવાનો પણ રિવાજ

Published By: Vaidehi

Last Updated: 04:59 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેંટાઈન વીક બાદ હવે એન્ટી-વેલેંટાઈન વીક શરૂ થઈ જશે. જુઓ આવતીકાલથી લોકો કેવા અનોખા દિવસો સેલિબ્રેટ કરશે.

  • વેલેંટાઈન વીક બાદ એન્ટી-વેલેંટાઈન વીક શરૂ થાય છે
  • એન્ટી વેલેંટાઈન વીકમાં લોકો અનોખા દિવસો સેલિબ્રેટ કરે છે
  • સ્લેપ ડેથી લઈને બ્રેકઅપ ડે સુધીનાં દિવસોની લિસ્ટ

ફેબ્રુઆરીનો મહિનો પ્રેમનો મહિનો માનવામાં આવે છે. વેલેંટાઈન ડે પહેલાં લોકો પ્રેમને ઊજવતાં વિવિધ દિવસો સેલિબ્રેટ કરે છે પણ શું તમને ખબર છે આવતી કાલથી લોકો એન્ટી-વેલેંટાઈન વિક ઊજવવાનું ચાલુ કરશે. 15 ફેબ્રુઆરીથી અનોખા દિવસો સેલિબ્રેટ થશે.

સ્લેપ ડે
15 ફેબ્રુઆરીથી એન્ટી-વેલેંટાઈન વીક શરૂ થશે.  આ વીકનાં પહેલાં દિવસે સ્લેપ ડે એટલે કે થપ્પડ દિવસ ઊજવવાનો રિવાજ છે. 

કિક ડે
16 ફેબ્રુઆરીનાં દિવસે કિક ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે એવા લોકોને પોતાના લાઈફમાંથી કાઢી દેવામાં આવે છે જેઓ તમારા માટે નેગેટિવ હોય.

પર્ફ્યૂમ ડે
17 ફેબ્રુઆરીનાં દિવસે લોકો પર્ફ્યૂમ ડે સેલિબ્રેટ કરે છે અને એક પ્રકારે આ દિવસ સેલ્ફલવનો હોય છે. આ દિવસે તમે પોતાને પર્ફ્યૂમ ગિફ્ટ કરી શકો છો અથવા તો એવું કંઈ કામ કરી શકો છો જે તમારી લાઈફને સુગંધિત કરી દે.

ફ્લર્ટ ડે
18 ફેબ્રુઆરીનાં દિવસે ફ્લર્ટ ડે ઊજવવામાં આવે છે. આ દિવસે તમે તમારી તરફથી કોઈ પાસે મિત્રતાનો હાથ લંબાવી શકો છો અથવા તો નવા સાથીને શોધી શકો છો.

કન્ફેશન ડે
19 ફેબ્રુઆરીનાં દિવસે લોકો કન્ફેશન ડે સેલિબ્રેટ કરે છે. આ દિવસે તમે તમારા નજીકી વ્યક્તિ અથવા તો પાર્ટનર સામે પોતાની કોઈ ભૂલ સ્વીકારી શકો છો.

મિસિંગ ડે
આ દિવસે તમે જેને ઘણાં સમયથી મિસ કરી રહ્યાં છો અથવા તો લોન્ગ ડિસ્ટેંસ રિલેશનશિપમાં છો તેમને તમે તમારી ફીલિંગ્સ શેર કરી શકો છો અને જણાવી શકો છો કે તમે તેમને કેટલા યાદ કરી રહ્યાં છો.

બ્રેકઅપ ડે
જે રીતે વેલેંટાઈન ડે વેલેંટાઈન વીકનો છેલ્લો દિવસ હોય છે તેવી રીતે એન્ટી-વેલેંટાઈન ડેનો છેલ્લો દિવસ બ્રેકઅપ ડે માનવામાં આવે છે. આ દિવસે તમે એવા સંબંધોને તોડી શકો છો જેનાથી તમે ખુશ ન હો.

વધુ વાંચો: મોતનો દિવસ દુનિયાભરમાં પ્રેમીઓ માટે કઈ રીતે બની ગયો ખાસ? ફાંસીની સજા બાદ 'અમર' થઈ ગયા સંત

સંકળાયેલા મુદ્દાઓ

Anti Valentine Week Break Up Day એન્ટી-વેલેંટાઈન ડે બ્રેકઅપ ડે Anti Valentine Week

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ