બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / anoop oza in bihar quarantine eats 40 rotis 10 plates

બિહાર / 40 રોટલીઓ, 10 પ્લેટ ભાત...કવોરન્ટાઇન સેન્ટરમાં આવેલ આ યુવકના ખોરાકથી રસોઈયાઓ કંટાળ્યા

Parth

Last Updated: 01:04 PM, 29 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના બક્સર જિલ્લામાં આવેલા અનૂપ ઓઝા પોતાના ખોરાકને લઈને ખૂબ ચર્ચામાં છે.  કવોરન્ટાઇન સેન્ટરમાં આવેલ આ યુવકના ખોરાકથી ત્યાના અધિકારીઓ તો ચકિત થઇ ગયા છે, અને રસોઈયાઓ કંટાળીને નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. જોકે હવે 14 દિવસ પૂર્ણ થવા પર તે ઘરે જવાનો છે પણ અનૂપ કરતા વધુ ખુશી સેન્ટરના રસોઈયાએ વ્યક્ત કરી રહ્યા છે.

  • અનૂપના ભોજન બાદ સેન્ટરનું કરિયાણું સમાપ્ત 
  • અધિકારીઓ પોતે નિરીક્ષણ કરવા આવ્યા અને ચકિત થઇ ગયા 
  • રસોઈયાઓએ કંટાળીને વ્યક્ત કરી નારાજગી 

અનૂપનો ખોરાક જોઇને લોકો ચકિત 

બિહારના બક્સર જિલ્લામાં મઝવારી ગામમાં સ્થિત એક કવોરન્ટાઇન સેન્ટરમાં આવેલ અનૂપ ઓઝા ખૂબ ચર્ચામાં છે, કારણ છે તેમનો ખોરાક. અનૂપ પોતે જ દસ લોકોનું ભોજન ખાઈ જાય છે. નાસ્તામાં આ વ્યક્તિ ત્રણ ડઝનથી વધારે રોટલીઓ અને એક દિવસ તો 80 લિટ્ટી ખાઈ ગયો, જે બાદ આખા જિલ્લામાં અનૂપની ચર્ચા થઇ રહી છે. અધિકારીઓ તો આ વાત પર વિશ્વાસ જ ન કરી શક્યા. અધિકારીઓ જ્યારે પોતે સેન્ટરની મુલાકાતે આવ્યા તો અધિકારીઓની સામે જ અનૂપે ભોજન કરીને બધાને ચકિત કરી દીધા.  

અનૂપ ઓઝા રાજસ્થાનથી બિહાર આવ્યા છે જેથી તેમને સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હવે 14 દિવસ પૂરા થવા તેમને ઘરે મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. અનૂપ ઓઝા ઘરે જવા માટે જેટલા ખુશ છે તેનાથી વધારે ખુશી તો રસોઈયાઓને થઇ રહી છે. કારણે કે અનૂપના ભોજન માટે તે ખૂબ પરેશાન થઇ રહ્યા હતા. 

ત્રણ ડઝન રોટલીઓ, દસ પ્લેટ ભાત ખાઈ શકે છે અનૂપ 

નોંધનીય છે કે અનૂપનું ભોજન જોઇને જે તે વ્યક્તિઓ હેરાન થઇ જતા. સેન્ટરના લોકોનું કહેવું છે કે તે ત્રણ ડઝન રોટલીઓ, દસ પ્લેટ ભાત ખાઈ જાય છે. એક જ વારમાં 80 લિટ્ટી પણ ખાઈ શકે છે. લોકોએ કહ્યું કે થોડા દિવસ પહેલા જ ત્યાં લિટ્ટી બની હતી ત્યારે અનૂપ 80 લિટ્ટી ખાધા પછી પણ અનૂપે કહ્યું કે મારું પેટ નથી ભરાયું. આ સાંભળીને ત્યાંનાં લોકો પરેશાન થઇ ગયા.  

અનૂપના ઘરે જવા પર હવે રસોઈયાઓને રાહત 

અનૂપના ભોજનના કારણે સેન્ટરમાં કરિયાણું જ ખતમ થઇ ગયું. જેની જાણકારી અધિકારીઓને આપવામાં આવી, પણ પહેલા તો અધિકારીઓએ આ વાત પર વિશ્વાસ જ ન કર્યો, પોતે નિરીક્ષણ કરવા આવ્યા તો ખરેખર અનૂપનો ખોરાક જોઇને હેરાન થઇ ગયા. રસોઈયાએ પણ અનૂપના ખોરાકના કારણે ભોજન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ