ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:31 PM, 12 December 2025
ADVERTISEMENT
ગૃહમંત્રાલય દ્વારા કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. જેને લઈ BNSS ની કલમ 303 અંતર્ગત 1 વર્ષ સુધી કોઈ પણ રાજ્યની પોલીસ કે એજન્સી અનમોલ બિશ્નોઈની કસ્ટડી લઈ શકશે નહી. આદેશ મુજબ જો કોઈ પોલીસે કે એજન્સીએ તેની પૂછપરછ કરવી હોય તે તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરી શકે છે. આ પગલા સુરક્ષાના કારણો તેમજ કાનૂની વ્યવસ્થા બનાવી રાખવા માટે લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું છે કલમ 303 નો અર્થ?
BNSS ની કલમ 303 અંતર્ગત ગૃહમંત્રાલયને અધિકાર છે કે તે કોઈપણ કેદીને તેની હાલની જેલમાંથી બહાર ન કાઢવાનો નિર્દેશ આપી શકે છે. આ આદેશનો ઉદ્દેશ્ય એ છે કે તમામ લોકોની સુરક્ષા અને કાનૂન વ્યવસ્થા પર તેની અસર ન પડે અને આરોપીને કોઈ પણ બહારના જોખમથી બચાવી શકાય. આ આદેશ અનમોલના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ કરવામાં આવેલ છે. જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. બંનેને અલગ અલગ હાઇ-પ્રોફાઇલ કેસોમાં નામાંકિત આરોપી માનવામાં આવે છે.
ADVERTISEMENT

NIA ની કોર્ટમાં સુનાવણી
ADVERTISEMENT
અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લાવ્યા બાદ તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને દિલ્લીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં NIA ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં પહેલી વખતે તેને 11 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ અદાલત દ્વારા તેની કસ્ટડી વધુ 7 દિવસની વધારી દેવામાં આવી હતી. જેથી એજન્સી પૂછપરછ કરી શકે અને ગેંગની યોજનાઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવી શકે. અનમોલ બિશ્નોઈની પટિયાલા હાઉસ કોર્ટમાં NIA ની કસ્ટડિમાં મોકલી દેવામાં આવ્યો હતો. શુક્રવારે અનમોલ બિશ્નોઈને વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
ફરારનો ઈતિહાસ અને ધરપકડ
અનમોલ બિશ્નોઈ વર્ષ 2022 થી ફરાર હતો. તેમજ nia સહિતની કેટલીય એજન્સીઓ તેની શોધખોળમાં દિવસ રાત એક કરી રહી હતી. વિદેશમાં સંતાઈને સમગ્ર ગેંગનું સંચાલન કરતો રહ્યો હતો. અમેરિકાના અધિકારીઓએ તેની પર ખોટા દસ્તાવેજો સાથે ગેરકાયદેસર રીતે રહેવાના આરોપમાં કસ્ટડીમાં લીધો હતો. જે બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારત આવતા જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તેનાં રિમાન્ડ માંગી તેની પૂછપરછ ચાલુ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Indigo સંકટ વચ્ચે DGCAની વધુ એક કાર્યવાહી, તાત્કાલિક ધોરણે લેવાયું આ એક્શન
લોરેન્સ બિશ્નોઈ જેવો મામલો
ADVERTISEMENT
અનમોલ બિશ્નોઈનો મોટો ભાઈ લોરેન્સ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર છે અને તે સાબરમતી જેલમાં બંધ છે. ગૃહમંત્રાલયે લોરેન્સ પર પણ BNSS ની કલમ 303 હેઠળ આદેશ જારી કરેલ છે. જેના લીધે તેને જેલની બહાર કાઢવામાં આવી શકતો નથી. બંને ભાઈઓના મામલે રાષ્ટ્રીય સુરક્ષા અને કાનૂન-વ્યવસ્થા પર મોટી અસર પડી છે. જેથી એજન્સીઓ તેમના નેટવર્કને તોડવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.