બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / મૂવી સમીક્ષા / Animal movie won't release on OTT? Ranbirs film caught in legal maneuvers
Last Updated: 06:33 PM, 19 January 2024
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની સ્ટાર ફિલ્મ એનિમલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારથી આ ફિલ્મ રિલિઝ થઈ છે. ત્યારથી આ ફિલ્મ કોઈને કોઈ કારણને લઈને ચર્ચામાં છે. જો કે ઘણા લોકોને આ ફિલ્મને આવકાર આપતા ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ત્યારે ઘણા લોકોને આ ફિલ્મ પસંદ નથી આવી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલી હિંસા અને કેટલાક ડાયલોગ્સના કારણે તે વિવાદમાં સપડાઈ છે. ત્યારે હવે રણબીર કપૂરની આ ફિલ્મ કાનૂની મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
દાવાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ ન કરવા તાકીદ
ADVERTISEMENT
1 ડિસેમ્બર 2023ના આ ફિલ્મ રિલિઝ થઈ હતી. જે 3 કલાક અને 31 મિનિટ લાંબી છે. જેને સેન્સર બોર્ડ દ્વારા A ગ્રેડનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર દિલ્લી હાઈકોર્ટમાં ફિલ્મ એનિમના કો-પ્રોડ્યુસર સિને1 સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલા મુકદ્દમાના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે T-Series અને Netflix Indiaને સમન્સ પાઠવ્યું છે. ફિલ્મને ઓનલાઈન પ્લેટફોર્મ પર જ્યાં સુધી તેમના દાવાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ ન કરવાનું કહેવામાં આવ્યું છે.
_0.jpg)
ADVERTISEMENT
તમામ દાવાઓનું ખંડન કર્યું
Cine1એ T-Series પર કોન્ટ્રાક્ટ સંબંધિત કેટલીક બાબતોના નિયમોના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. આટલુ જન હી પણ T-Series પર ઈન્ટરનેટ અધિકારો માટે Netflix India અને સેટેલાઈટ રાઈટ્સ માટે Sony Pictures Networks India સાથે થયેલા કરારોની વિગતો શેર કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. ટી-સિરીઝને રિપ્રેઝન્ટ કરનાર સિનિયર એડવોકેટ અમિત સિબ્બલે આ તમામ દાવાઓનું ખંડન કર્યું છે અને કહ્યું કે ઓગસ્ટ 2002ના કરારમાં, સિને1 એ રૂ. 2.6 કરોડમાં તમામ ડેરીવેટિવ રાઈટ્સનો ત્યાગ કર્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુજરાતી ફિલ્મની રિમેકમાં ‘શૈતાન’ બન્યો છે અજય દેવગન, ડરામણું પોસ્ટર આઉટ, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ
તમામ પ્રકારના પુરાવા રજૂ કરવા માટે આદેશ
ADVERTISEMENT
જસ્ટિસ સંજીવ નરુલાની કોર્ટે આ કેસને સ્વીકારી લીધો છે અને બંનેને સમન્સ જારી કરી દેવામાં આવ્યાં છે. કોર્ટે બંનેને લેખિત નિવેદનો અને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આગામી 15મી સુધીમાં તમામ પ્રકારના પુરાવા રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે બાદ જ આ મુદ્દેની નવી તારીખ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.