ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ajay devgn upcoming film shaitaan gujarati horror remake know release date

Entertainment / ગુજરાતી ફિલ્મની રિમેકમાં ‘શૈતાન’ બન્યો છે અજય દેવગન, ડરામણું પોસ્ટર આઉટ, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ

Published By: Vikram Mehta

Last Updated: 05:43 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગણ તેમની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેન’ના કારણે ચર્ચામાં આવી ગયા છે. અજય દેવગણની વધુ એક અપકમિંગ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, આ ફિલ્મ સુપરનેચરલ થ્રિલર મૂવી છે.

ADVERTISEMENT

  • અજય દેવગણ ‘સિંઘમ અગેન’ ના કારણે ચર્ચામાં 
  • અપકમિંગ ફિલ્મ ‘શૈતાન’ની રિલીઝ ડેટ જાહેર
  • ગુજરાતી ફિલ્મની રિમેકમાં જોવા મળશે સિંઘમ

બોલિવુડ અભિનેતા અજય દેવગણ તેમની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેન’ના કારણે ચર્ચામાં આવી ગયા છે. ‘સિંઘમ અગેન’ તેના અગાઉના પાર્ટની સરખામણીએ 10 ગણી મોટી હશે. અજય દેવગણની વધુ એક અપકમિંગ ફિલ્મ ‘શૈતાન’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, આ ફિલ્મ સુપરનેચરલ થ્રિલર મૂવી છે. 

આ ફિલ્મમાં અજય દેવગણ, આર. માધવન અને જ્યોતિકા જોવા મળશે. આ ત્રણ એક્ટરની તિકડી દર્શકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિકાસ બહલ ફિલ્મ ‘શૈતાન’ને ડાયરેક્ટ કરી રહ્યા છે, આ ફિલ્મ 8 માર્ચ 2024ના રોજ રિલીઝ થશે. જાનકી બોડીવાલા ફિલ્મ ‘શૈતાન’થી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. 

અજય દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોઝ ઈન્ટરનેશનલ સાથે મળીને ફિલ્મ ‘શૈતાન’ બનાવી રહ્યા છે. આ ફિલ્મની પ્રોડક્શન ટીમમાં અજય દેવગણ, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક શામેલ છે. વિકાસ બહલ તેમની શાનદાર અને હટકે ફિલ્મો માટે ફેમસ છે. 

વધુ વાંચો: વિવાદોમાં ફસાયેલ `અન્નપૂર્ણિ`ને લઇ નયનતારાએ માંગી માફી, પોસ્ટ કરીને કહ્યું 'જય શ્રી રામ'

અજય દેવગણે આ સસ્પેન્સ ફિલ્મના પોસ્ટરની સાથે સાથે ફિલ્મના નામની જાહેરાત કરી છે. ફિલ્મ ‘શૈતાન’ ગુજરાતી હોર ફિલ્મ વશની હિંદી રિમેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતી ફિલ્મ ‘વશ’માં હિતેન કુમાર, હિતૂ કનોડિયા, જાનકી બોડીવાલા, નિલમ પંચાલ અને આર્યન સંઘવી જોવા મળ્યા હતા. બોલીવુડ એક્ટર પહેલી વાર અજય દેવગણ અને આર.માધવન સાથે જોવા મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ajay devgn upcoming film gujarati horror movie remake shaitaan release date upcoming film અજય દેવગણ અજય દેવગણ મૂવીઝ જાનકી બોડીવાલા જાનકી બોડીવાલા હિન્દી મૂવી વશ રિમેક શેતાન રિલીઝ ડેટ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ