બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Angry Haryana Youth Pushes Luxury BMW in River After Father Denies His New Jaguar Car Request

VIRAL / લો બોલો! પપ્પાએ જેગુઆરની જગ્યાએ BMW આપી, દિકરાએ નહેરમાં ફેંકી દીધી

Juhi

Last Updated: 10:50 AM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના યુમાનગર જિલ્લાનો એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં પિતાની ગિફ્ટ પસંદના આવતા નહેરમાં ફેંકી દીધી છે.

જી હા, આ કોઇ નાના ગિફ્ટ નથી. વાસ્તવમાં યમુનાનગર જિલ્લામાં એક યુવકે ગુસ્સમાં આવીને પોતાની BMW કારને નહેરમાં ફેંકી દીધી. યુવકે કાર એટલા માટે ફેંકી કારણે કે તેણે માતા-પિતા તરફથી જેગુઆરની જગ્યાએ BMW કાર ગિફ્ટમાં મળી, એટલુ જ નહી આ ઘટનાનો વીડિયો TikTok પર અપલોડ કર્યો. 

યમુનાનગરના મુકારમપુરના યુવકે પોતાની BMW કાર નહેરમાં ઉતારી દીધી. કહેવામાં આવી રહ્યુ છે કે, યુવક એટલો જિદ્દી છે કે તેણે માતા-પિતા પાસેથી જેગુઆરની માંગ કરી હતી, જેનો પિતાએ ઇન્કાર કરી દીધો હતો. આ યુવક પાસે પહેલાથી BMW તો છે જ ... 

 

આ પછી યુવકે ગુસ્સે થઇને BMW કાર યમુનાનગરના દાદુપુર સ્થિત એક નહેરમાં ઉતારી દીધી. પહેલા તો ગાડી દૂર સુધી ગઇ અને પછી ડૂબી ગઇ. યુવકે ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને TikTok પર શૅર કરી દીધો. જોકે સ્થાનિકો દ્વારા આ સમાચાર પોલીસને મળતા, યુવકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ કહ્યુ કે, જ્યારે ગાડી નહેરમાં વહેતી નજર આવી ત્યારે વાઇપર અને ઇન્ડિકેટર ચાલતા હતા, ત્યારે લાગ્યુ કે કોઇ ગાડી ચાલકની સ્પીડને કારણે નહેરમાં પડી ગઇ હશે. પરંતુ જ્યારે પાસે જઇને જોયુ ત્યારે ગાડી ચાલક પહેલાથી ઉતરી ચૂક્યો હતો. જોકે ગાડીને મહાપરાણે બહાર કાઢવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના યુવાનોમાં જગુઆર અને લેંબોર્ગિની જેવી મોંઘી મોંઘી ગાડી ખરીદવાની હોડ ચાલી છે. જગુઆર કંપનીની કારની કિંમત 40-50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. BMW પણ કોઇ સસ્તી કાર નથી. તેની કિંમત 30-35 લાખ સુધીની છે. આવી મોંઘી કારને લઇને યુવાનો પોતાના મિત્રોને સામે માત્ર શૉઑફ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Video viral car national Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ