ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Andean condor is considered the largest flying bird in the world

અનોખું / પાંખ હલાવ્યા વગર 150 કિમીની ઉડાન ભરી શકે છે આ પક્ષી, ખાસિયતો એવી કે જાણીને નવાઈ પામી જશો.!

Published By: Mahadev Dave

Last Updated: 10:52 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ડિયન કંડોર નામનું પક્ષી જે પાંખો ફફડાવ્યા વિના ઉડી શકે છે. અને તે પણ 150 કિમીથી વધુનું અંતર કાપી શકે છે.

ADVERTISEMENT

  • એક એવું પક્ષી જે પાંખો ફફડાવ્યા વિના ઉડી શકે છે
  • એન્ડિયન કંડોરને ગણવામાં આવે છે વિશ્વનું સૌથી મોટું ઉડતું પક્ષી 
  • 16 કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે આ પક્ષી

અનેક રંગ રૂપ અને પ્રકૃતિથી ભરપૂર આ દુનિયામાં માનવ જાત ઉપરાંત અનેક વિચિત્ર પ્રાણીઓ અને પક્ષીઓ છે. જેમા અમુક સૌંદર્યપૂર્ણ થયો તો અમુક પ્રાણીઓ ખતરનાક હોય છે. જેમાં કેટલાક પક્ષીઓની ઉડાન, તો કેટલાક પ્રાણીઓની દોડ તથા નજર જાણીતી છે. ત્યારે શું તમને ખબર છે એક પક્ષી એવું પણ છે જે પાંખો ફફડાવ્યા વિના ઉડી શકે છે. અને તે પણ 150 કિમીથી વધુનું અંતર કાપી શકે છે. 

75 વર્ષ જીવી શકે છે આ પક્ષી

એન્ડિયન કંડોર નામના પક્ષીને વિશ્વનું સૌથી મોટું ઉડતું પક્ષી ગણવામાં આવે છે. અને તે માણસની જેમ 75 વર્ષ જીવી શકે છે. આ પક્ષી જ્યારે તેની પાંખો ફેલાવે છે, ત્યારે તે લગભગ 10 ફૂટ લાંબુ થઈ જાય છે અને તે 16 કિલોગ્રામ સુધીનું વજન અને પાંખો 3.3 મીટર સુધી લાંબી પાંખો ધરાવે છે. એન્ડિયન એન્ડીસ પર્વતમાળા અને સાન્ટા માર્ટા પર્વતમાળામાં આ પક્ષીના ઘણા માળાઓ ત્યાં જોવા મળ્યા છે. 

નરની ગરદન પર સફેદ રંગનો કોલર હોય છે

એન્ડીઝ પર્વતમાળા વિશ્વની સૌથી લાંબી છે અને તે લેટિન અમેરિકાના 07 દેશો સહિત ઘણા દેશોમાં વિસ્તરેલી છે.હવે પક્ષીના માળા ઊંડાઈ પર હોવા છતાં તે ખોરાક માટે દરિયા કિનારે આવી અને મરેલી માછલીઓ આરોગે છે. માત્ર નરની ગરદન પર સફેદ રંગનો કોલર હોય છે, પરંતુ માદામાં આવું કંઈ થતું નથી. આ એક ઓળખને લીધે તે નર અને માદાની ફરજ જાણી શકાય છે. ખાસ વાત એ છે કે આ પક્ષી દેખાવે ગીધ જેવું છે, આ પક્ષી વિશે એક પૌરાણિક કથા પણ છે. જેમાં એવો દાવો કરાઈ છે કે  કંડોર વૃદ્ધ થઈ જાય છે, ત્યારે તે ઊંચા પાર્વતની ટોચ પર જઈને નીચે પડ્યા બાદ મરી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Andean condor flying bird એન્ડિયન કંડોર પાંખ વગર ઉડવું વિશ્વનું મોટું પક્ષી Andean condor

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ