બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Anant Radhika Wedding Popstar Rihanna was happy to come to Jamnagar said It was a lot of fun
હાલમાં જામનગરમાં દેશની સૌથી મોટી ઇવેન્ટ પૈકીની એક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહી છે. ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Gujarat: On attending the three-day pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, in Jamnagar, Pop star Rihanna says, "It was best...and I want to come back to India...I loved (here)..." pic.twitter.com/8hU3SN7Ljn
— ANI (@ANI) March 2, 2024
ADVERTISEMENT
શાનદાર શો પછી, પોપ સેન્સેશન રીહાનાએ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તેની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે ટૂંક સમયમાં પરત ફરવા માટે ઉત્સુક છે. ગુલાબી રંગના પોશાક પહેરેલી પોપ ક્વીન જામનગર એરપોર્ટથી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે.
જ્યારે રિહાનાને પ્રી-વેડિંગ સેલિબ્રેશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, "એ સેલિબ્રેશન બેસ્ટ હતું..આઈ લવ ઈન્ડિયા..' હાલ રિહાનાના પર્ફોમન્સના અને એ બાદ એરપોર્ટ પરના ઘણા વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જામનગર શહેરમાં રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું હતું. ગ્લોબલ મ્યુઝિક સેન્સેશન રિહાનાએ અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં મનોરંજન જગતના સ્ટાર્સ ઉપરાંત મોટી રાજકીય હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. તેમાં સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન કાર્લ બિલ્ટ, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પર, ગૂગલના પ્રમુખ ડોનાલ્ડ હેરિસન, બોલિવિયાના ભૂતપૂર્વ પ્રમુખ જોર્જ ક્વિરોગા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન કેવિન રુડ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ ક્લાઉસ શ્વેબનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: અક્ષય કુમારથી લઇને બિલ ગેટ્સ... અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં દિગ્ગજોએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ PHOTOS
ADVERTISEMENT
આ સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી, જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર સહિત રાની મુખર્જી, મનીષ મલ્હોત્રા, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સહિતની હસ્તીઓ હાજરી આપી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.