બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / anant ambani wedding american singer rihanna brought huge

મનોરંજન / અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: જામનગર આવેલ રિહાનાનો સામાન જોઈ લોકો ચોંકયા, કહ્યું- અહિયાં જ રોકાવવાના છો?

Published By: Arohi

Last Updated: 05:40 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Ambani Radhika Merchant Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે મોટી મોટી હસ્તિઓ સતત જામનગર પહોંચી રહી છે. બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ પણ એક બાદ એક જામનગરમાં પહોંચી રહ્યા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંતના પ્રી-વેડિંગના ચર્ચા હાલ આખા દેશમાં થઈ રહ્યા છે. અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ માટે જામનગરમાં સ્ટાર્સનો જમાવડો લાગી ચુક્યો છે. એક બાદ એક મોટા મોટા સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ચુક્યા છે. જામનગરમાં હાલ ધૂમ છે. 

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે રિહાના
સોશિયલ મીડિયા પર સ્ટાર્સના જામનગર પહોંચવાના વડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે અમેરિકન સિંગર રિહાના પણ ખૂબ જ લાઈમલાઈટમાં છે. અનંત અને રાધિકાના લગ્નના ફંક્શનમાં રિહાના પરફોર્મ કરવાની છે. જેના માટે તેને મોટી ફી આપવામાં આવી રહી છે. તેના ઉપરાંત ઈન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો રિહાનાના લગેજનો છે. 

રિહાનાના સામાનની ચર્ચા 
રિહાના પોતાની ટીમની સાથે જ્યારે એરપોર્ટ પર પહોંચી તો તેમના સામાનને લઈને ખૂબ જ ચર્ચા થઈ. એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખૂબ મોટી મોટી ચાર ટ્રોલીમાં રિહાનાના મોટા મોટા લગેજ દેખાઈ રહ્યા છે. 

વાયરલ વીડિયો પર એક યુઝરે સવાલ કરતા લખ્યું છે કે તે પોતાની સાથે શું લાવી છે? એક ફોલ્ડિંગ હાઉસ? યુઝરના આ સવાલનો જવાબ રિહાનાએ મજેદાર અંદાજમાં આપ્યો છે. કમેન્ટ પર રિપ્લાય કરતા રિહાનાએ લખ્યું, સ્ટેજ મારા કેરીઓન (ટ્રાવેલિંગ બેગ્સ)માં ફિટ ન થયું. 

વધુ વાંચો: અનંત અંબાણીના 3 દિવસના પ્રી-વેડિંગ માટે રિહાનાને ચૂકવાઇ અધધધ ફીસ, આંકડો જોઇ ચોંકી જશો

યુઝર્સ કરી રહ્યા છે આવી કમેન્ટ્સ 
આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાનું મગજ દોડાવી રહ્યા છે. એક યુઝરનું કહેવું છે કે રિહાના ભારતમાં શિફ્ટ થઈ રહી છે. એક યુઝરે કહ્યું કે એવુ લાગી રહ્યું છે કે રિહાના જ આ લગ્નમાં દહેજ અને શગુનનો બધો સામાન આપી રહી છે. તેના ઉપરાંત અમુક યુઝર્સનું એવું પણ કહેવું છે કે ભારતમાં પહેલી વખત એવું જોવા મળ્યું જે ક્યારેય જોવા નથી મળ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Anant Radhika Marriage Radhika Merchant Rihanna અનંત-રાધિકા પ્રિ-વેડિંગ જામનગર Anant Ambani Radhika Merchant Wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ