ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આનંદ મહિન્દ્રાએ Arattai એપને લઈ X પર કરી પોસ્ટ, તો Zohoના સ્થાપકે આપ્યો આ જવાબ

સ્વદેશી ટેક્નોલોજી / આનંદ મહિન્દ્રાએ Arattai એપને લઈ X પર કરી પોસ્ટ, તો Zohoના સ્થાપકે આપ્યો આ જવાબ

Published By: Vishal Dave

Last Updated: 12:09 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પોસ્ટમાં આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તેમણે Arattai ડાઉનલોડ કરી છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે. Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુએ તેના પર પોતાનો પ્રતિભાવ પણ આપ્યો

ADVERTISEMENT

આનંદ મહિન્દ્રા પણ સ્વદેશી એપ Arattaiનો ઉપયોગ કરી રહ્યા છે. માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ X પરની એક પોસ્ટમાં આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તેમણે Arattai ડાઉનલોડ કરી છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે. Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુએ તેના પર પોતાનો પ્રતિભાવ પણ આપ્યો. આનંદ મહિન્દ્રાએ લખ્યું, "મેં આજે ગર્વથી Arattai ડાઉનલોડ કર્યું છે." જવાબમાં, Zohoના શ્રીધર વેમ્બુએ મહિન્દ્રાનો આભાર માન્યો અને કહ્યું કે આનાથી વધારે મજબૂતી મળી છે.

વેન્બુએ X ની પોસ્ટના જવાબમાં લખ્યું કે તેઓ ઓફિસમાં Arattai એન્જિનિયરો સાથે એપ્લિકેશનને રિફાઇન કરવા પર કામ કરી રહ્યા હતા ત્યારે એક ટીમના સભ્યએ તેમને આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ બતાવ્યું. રસપ્રદ વાત એ છે કે, ભલે એલોન મસ્કે ટ્વિટરનું નામ બદલીને X કર્યું હોય, પણ Zoho ના સ્થાપક પણ Xની પોસ્ટ્સને ટ્વિટ તરીકે ઓળખવાનું ચાલુ રાખે છે. ફક્ત Vembu જ નહીં, વિશ્વભરના લોકો હજુ પણ X ને ટ્વિટર અને X પોસ્ટ્સને ટ્વિટ તરીકે ઓળખે છે.

જોકે, Arattaiની વાત કરીએ તો, Zohoની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ભારતમાં WhatsApp સાથે સ્પર્ધા કરી રહી છે. આ એપ ચેટિંગ, કોલિંગ અને મીટિંગ શેડ્યુલિંગ સુધીની સુવિધાઓ પ્રદાન કરે છે. સરકાર પણ તેનો સક્રિયપણે પ્રચાર કરી રહી છે.એ નોંધનીય છે કે WhatsApp ચેટ્સમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોય છે, પરંતુ Arattaiની ચેટ્સમાં E2EE એન્ક્રિપ્શન હોતું નથી. જો કે, આ એન્ક્રિપ્શન કોલિંગ માટે આપવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં Arattai ચેટ્સમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આપવાનું શરૂ કરશે.

Arattai તેના લોન્ચ થયા પછીથી સમાચારમાં છે. ભારત સરકાર પણ સ્વદેશી ચળવળના ભાગ રૂપે તેનો પ્રચાર કરી રહી છે. એપ્લિકેશનની મોટાભાગની સુવિધાઓ WhatsAppથી પ્રેરિત હોય તેવું લાગે છે. જો કે, કેટલીક સુવિધાઓ એવી છે જેનો WhatsAppમાં અભાવ છે.

આ પણ વાંચોઃ આનંદો! મોદી સરકાર PF ખાતા ધારકોને આપવા જઈ રહી છે મોટી ભેટ, 10-11 તારીખે થઈ શકે જાહેરાત

Zoho તેને એક સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે રજૂ કરે છે, પરંતુ ચેટ્સમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો અભાવ તેને એટલું સુરક્ષિત બનાવતું નથી. આ એપ્લિકેશનમાં એક ખાસ સુવિધા પણ છે જેનો ઉપયોગ તમે તમારી પર્સનલ સ્પેસ તરીકે કરી શકો છો. આનો અર્થ એ છે કે તમે કોઈપણ ફાઇલ અથવા સંદેશને અહીં સાચવી શકશો વોટ્સએપમાં આ માટે ખુદને જ મેસેજ મોકલી તેને સાચવવામાં આવે છે.

Parul University

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arattai Messaging App Anand Mahindra

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ