ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Anand Mahindra has expressed his desire to gift the Mahindra KUV 100 NXT car to that person

VIRAL / આનંદ મહિન્દ્રા 'દિલદાર', સ્કૂટર પર માતાને દેશ ફરાવવા માટે નીકળેલા યુવકે આપશે ગાડી

Published By: Juhi

Last Updated: 02:55 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ફરી પોતાના ટ્વીટને લઇનેચર્ચામા આવ્યામાં આવ્યા છે, તેઓ આ વખતે એક એવા વ્યકિતની મદદમાં આગળ આવ્યા છે, જે પોતાના 20 વર્ષ જૂના સ્કૂટર પર પોતાની માતાને દેશ દેખાડવા માટે નીકળી પડ્યા છે.

ADVERTISEMENT

આનંદ મહિન્દ્રાએ આ વ્યકિતને મહિન્દ્રા KUV 100 NXT કાર ગિફ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મહિન્દ્રાએ મનોજ કુમારનું ટ્વિટ શૅર કરતા લખ્યુ છે કે, “મા અને દેશપ્રેમની સુંદર વાર્તા. મનોજ આ શેર કરવા માટે આભાર. જો તમે આમના સંપર્કમાં હોવ તો હું પોતે તેમને મહિન્દ્રાની એક KVU100 NXT ગિફ્ટ કરવા માગુ છું. જેથી તેઓ પોતાની આગામી યાત્રા માને કારમાં કરાવી શકે.''

 

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, પોતાની 70 વર્ષની માતાને દેશભરની યાત્રા કરાવવા માટે કૃષ્ણ કુમારે નોકરી છોડી દીધી છે. આ યાત્રાને તેમણે 'માતૃસેવા સંકલ્પ યાત્રા' નામ આપ્યુ છે. તેમણે પોતાનું 20 વર્ષ જૂનું બજાજ ચેતક સ્કૂટર કાઢ્યું અને નીકળી પડ્યા. તેમની મા હમ્પી શહેર જોવા માંગતા હતા. ડી. કૃષ્ણ કુમાર 39 વર્ષના છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “સંયુક્ત કુટુંબ હોવાને લીધે મારી માની ભૂમિકા પિતાના નિધન સુધી રસોડા પૂરતી જ હતી. મેં નિર્ણય લીધો કે મારી મા દિકરા સાથે સમય વિતાવવા અને ગૌરવપૂર્ણ જીવનની હકદાર છે.

રિપોર્ટ અનુસાર, મા-દિકરાની જોડીને જાન્યુઆરી મહિનામાં યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે દેશના ઘણા તીર્થસ્થળોની યાત્રા કરી છે. હોટલમાં રહેવાના બદલે બંને મઠમાં સમય વિતાવે છે. આ અનોખી યાત્રા માટે તેઓ સ્કૂટર પર જરૂરી સામાન લઇને નીકળ્યા છે. તો આ તરફ આનંદ મહિન્દ્રાના ટ્વિટ પર સોશ્યલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

national આનંદ મહિન્દ્રા ટ્વીટર વાયરલ સોશ્યલ મીડિયા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ