ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Anand Mahindra ‘grateful to be Mahi-ndra’ after MS Dhoni’s 6-spree at Wankhede
ADVERTISEMENT
મહેન્દ્ર સિંહ ધોનીના છગ્ગાની તો આખી દુનિયા દિવાની છે. ધોનીના ચાહકમાં ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટા ઉદ્યોગપતિ પણ સામેલ છે. હવે દેશના એક મોટા બિઝનેસમેન અને 25,000 કરોડના માલિક મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લી ઓવરમાં ધોનીના છગ્ગાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મને ગર્વ છે કે મારુ નામ પણ ‘MAHI' છે.
ADVERTISEMENT
Show me one sportsperson who thrives more than this man—on unrealistic expectations & pressure…
— anand mahindra (@anandmahindra) April 14, 2024
It only seems to add fuel to his fire
Today, I’m simply grateful that my name is Mahi-ndra….
🙂 https://t.co/u9Hk6H6xiy
ADVERTISEMENT
માહીના વખાણમાં આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?
આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ હંમેશાં મોટિવેશનલ સ્ટોરીઝ શેર કરીને લોકોની પ્રશંસા કરે છે. આ વખતે તેમણે ધોનીના વખાણ કર્યા છે. તેમણે ધોનીની દબાણમાં પણ પ્રદર્શન કરવાની ક્ષમતાના વખાણ કર્યા છે. મહિન્દ્રા મુંબઇ ઇન્ડિયન્સ સામે ધોનીની ઇનિંગથી સ્તબ્ધ થયાં હતા. ધોનીએ આવતાંની સાથએ જ સતત 3 છગ્ગા ફટકાર્યાં હતા. ચાહકોને પણ આશ્ચર્યચકિત થયાં હતા.
વધુ વાંચો : ટૂંક સમયમાં જ થઇ શકે છે ટીમ ઇન્ડિયાનું એલાન, આ 15 ખેલાડીઓને ચાન્સ મળે તેવી શક્યતા
ADVERTISEMENT
ધોની જેવો તો આજે કોઈ ખેલાડી નથી
આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આજના સમયમાં ધોની જેવા કોઈ પણ દબાણમાં આવીને લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરે તેવો કોઈ ખેલાડી નથી. એવું લાગે છે કે તેઓ સમય જતાં વધુ જોખમી બન્યા છે. ધોનીના વખાણમાં મહિન્દ્રા અહીં જ ન રોકાયા. એણે વધુમાં કહ્યું હતું કે મને ગર્વ છે કે મારું નામ માહી-દ્રા છે. મહિન્દ્રા ગ્રુપના માલિક આનંદ મહિન્દ્રાની નેટવર્થ 25 હજાર કરોડથી વધુ છે.
ધોનીએ બનાવ્યા ઘણા રેકોર્ડ
મુંબઈ સામે 20મી ઓવરના ત્રીજા બોલ પર ધોની બેટિંગ કરવા આવ્યો હતો. આવતાની સાથે જ તેણે હાર્દિક પંડ્યાના બોલ પર સતત 3 સિક્સર ફટકારી હતી. આ સાથે ધોની આઇપીએલના ઈતિહાસનો સૌપ્રથમ ભારતીય બની ગયો છે, જેણે ઈનિંગના પહેલા 3 બોલમાં જ સિક્સ ફટકારી હોય. ધોનીએ સીએસકે માટે 250 મેચ રમવાનો અને 5000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. 20મી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. 20મી ઓવરમાં તેણે અત્યાર સુધીમાં 64 છગ્ગા ફટકાર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ